SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ માટે જેવા સબંધમાં આપણે રહીએ તેવી તેવી દિશામાં આપણું મન વિકારો દેડે છે. સત્સંગતથી નિચે સજ્ઞાન ઉદ્ભવે છે. નિત્ય સારી ભાવનાઓનો હૃદયમાં અભિનિવેશ થાય છે. આપણું આસપાસ જે વિચારોનું વાતાવરણ હોય તે મોક્ષમાર્ગના પ્રમાણમાં વિશ્વનો વિકટ માર્ગ સુ થઈ પડે છે. માટે પોતાનું ભલું ઇચ્છનાર જનોએ સર્વદા સારી બતમાં રહેવું. યુરોપીયનોની સરખામણીમાં આપણે દેશીઓ, ઘણેભાગે વિદ્યા, હુન્નર, સાયન્સ વગેરેની બાબતોમાં પાછા હઠીએ છીએ. તેનાં જો કે ઘણું કારણ છે તો પણ તેનું મૂળ કારણ આપણે તપાસીશું તે આપણને માલુમ પડશે કે આપણાં કુમળી વયનાં બાળકોને આપણે જોવા જઈએ તેવા સંજોગોમાં નથી રાખી શકતા એજ છે. કારણકે બાળકનાં મગજ બહુ કુમળાં હોય છે. માટીની અંદર પાણી રેડીએ તે જેમ માટી ભિતર પ્રવેશ કરી લે છે તેવી રીતે બાળકેના મગજ ઉપર વિચાર પડતાં તે તરત ગ્રહણ કરી લે છે. જેવી નાનપણમાં સારા સંસ્કારોની છાપ પડે છે તેવી મોટી વેચે બાળક થતાં જેમ પથર ઉપર પાણી રેડ્યું હોય તો તે ભિતર પ્રવેશ કરી શકતું નથી, તેમ તેમના મગ ઉપર અસર થવી બહુ દુર્લભ થઈ પડે છે. માટે નાનપણમાંથીજ વિદ્યાથીની મનોભૂમિની અંદર સદવિચારનાં બીજ વાવવાં ને તેમને સતસંગમાં રાખવાં જેથી કરી વિચાર શુદ્ધ થાય. માટે વિચારશુદ્ધિ ઈરછનાર મનુષ્ય સસમાગમ સાધવા એ ડહાપણ ભરેલું છે. પ્રસંગને લઈને પણ વિચાર સારા નરસા થઈ શકે છે. માણસ વખતે દિલગિરીના પ્રસંગે સગા નેહીના મરણના લીધે રાગ દશામાં લુબ્ધ થઈ કનિષ્ટ વિચાર કરે છે જેથી આભધન હણે છે તેમજ સાંસારિક માંગ લિક પ્રસંગોમાં પણ માણસ શુદ્ધ વિચારનું સાધ્યબિંદુ ભૂલી જઈ અને શુભ વિચારમાં આનંદથી આસકત થાય છે. આવી રીતે પ્રસંગ એ પણ વિચાર બદલવાનું સાધનભૂત ગણી શકાય. આમાથી પુરૂષ કોઈપણ પ્રસંગે રાગદ્વેષમાં લુબ્ધ નહિ થતાં પિતાનું કાર્ય કરે છે. બાંરિક નિરિક્ષણથી પણ સદ્ વિચારે થઈ શકે છે, કઈ વસ્તુનું અંદરથી જ્ઞાન મેળવવાથી તે વરતુ પછીથી દઢ થાય છે. એક વખતે દઢ થઈ એટલે ભવિષ્યમાં પાછી તે ને તે રૂપે કાયમ રહે છે. આ રથળે બારિક નિરિક્ષણ એટલે કે ઈપણ વસ્તુના ગુણપર્યાયની સાન બળવડે તુલના કરવી તે છે આવી રીતે વિચારશુદ્ધિનાં સેંકડો કારણો દષ્ટિગોચર છે. માટે આપ્તજને એ જે માર્ગ ભાંખ્યો હોય, તે માગે આત્માથી એ
SR No.522024
Book TitleBuddhiprabha 1911 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1013 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy