________________
૩૪૪
જેથી કમબંધન થાય નહિ. ધામ કદિ સ્થળોએ જવાથી ધાર્મિક વિષયના તેમ વિષયાદિક ઉત્પન્ન કરે તેવા સ્થળોએ વિષય વિકારના વિચારો થાય છે તેનું કાઈ પુછે કે શું કારણ હશે ? તે તેનું વાસ્તવિક કારણ એ છે જે ધાર્મીક આદિ સ્થળોમાં શિક પુરૂષોએ યાતો ભક્તજનોએ ઈશ્વર સ્તુતિ ભજન વગેરે સદ્ભાવનાઓ કરેલી હોય તેથી તેમની મનોવર્ગણાના સ પુદ્ગલે ત્યાં ખરેલાં હોય તેથી તે આપણું વિચારોને શુદ્ધ કરે છે તેવીજ રીતે વિષયવિલાશી પુરુષોની મનાવર્ગણાના પુદ્ગલ વિષયાદિક ઉત્પન્ન થાય તેવી જગ્યાએ ખરેલાં હોય જેથી વિષયના વિકારોની ઉત્પતિ થાય, માટે સ્વાત્મ ઇષ્ટ ઈચ્છનાર જનોએ એવા સ્થળોએ જવું કે જેથી પોતાના વિચારો શાંત, શુદ્ધ ને પવિત્ર રહે આથી કરીને દરરોજ દહેરાસર ઉપાશ્ચય જવું, જાત્રાએ ખાસ કરી ઘણી કરવી એવું ફરમાન આપણને શાસ્ત્રથી કરવામાં આ વ્યું છે કે જેથી કરી આપણું વિચારોની વિશુદ્ધિ જલદીથી થઈ શકે.
સારાનરસા વિચારોને આધાર મનુષ્યની સ્થિતિ ઉપર પણ રહેલો છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, અને વૃદ્ધાવસ્થા વખતે માણાની અવસ્થાને અનુસરીને વિચારો થાય છે. મનુષ્યની આર્થિક સ્થિતિ તરફ ઈશ તો જ્યારે ગરીબસ્થિતિ હોય છે તેના કરતાં તવંગર સ્થિતિએ તેના વિચારો તદન ભિન્ન હોય છે. ગરીબસ્થિતિ વખતે માણસના આજીવિકા આદિ દુઃખના કારણે કેટલીક વખત સારા વિચારે ટકી શકતા નથી પરંતુ ભાગ્યશાળી કે કઈ વીરલા પુરૂ પિતાને સદવિચાર તેવા પ્રસંગે પણ કાયમ રાખી શકે છે. સુખ વખતે કે દુઃખ વખતે મનુષ્યો જે પિતાના સારા વિચારને દૃઢતાથી વળગી શકે છે તો તેનું અને તેને ફળ મળ્યાશિવાય રહેતું નથી. દાખલા તરીકે સી. તાજીને જે વખતે રાવણ લઈ ગયા હતા તે વખતે પિતે અથાગ મહેનતે અને ઘણા કટે શિયલનું જતન કર્યું તો છેવટે સતિ તરીકે પ્રખ્યાત થયાં અને સર્વલોક માનનિય થયાં. શુદર્શન શેઠે રાષ્ટ્રના પાસમાં ન પડતાં પિતાનું બ્રહ્મચર્ય ટકાવી રાખ્યું તો છેવટે તેમને સૂળીની જગાએ સોનાનું સીંહાસન થયું. સત્યવાદી રાજા હરિશ્ચન્ટે પોતાનો શ્રેષ્ઠ વિચાર ટકાવી રાખ્યો તે છે. વટે સત્યવાદી તકે અમરનામ સંપાદન કર્યું. માટે ફાવે તેવી સ્થિતિ હોય
પણ શુભાશય ઈચ્છનારજનોએ પિતાના શ્રેષ્ઠ વિચારોનું રક્ષણ કરવું. સત્સંગથી વિચાર વિમળ થાય છે તેમ કુસંગથી વિચાર બગડે છે. સત્સંગનું વર્ણન કરતાં મહુમ સાક્ષર ઝવેરી ડાહ્યાભાઈ ળશાજી લખે છે કે “સત્સં. ગત અતિશ્રેષ્ટ શિરોમણિ લોટું કંચન થાય.