________________
૩૮ ૩
માટે શુદ્ધ દ્રષ્ટિથી પ્રયત્ન કરે. પાંચ પ્રકારના શરીરની ક્રિયાઓને પુદ્ગલની જાણી તેનાથી જુદુ અરૂપી આત્મતત્વ જ્ઞાનાનંદમય છે તેમ જ્ઞાનાદિ ગુણવાલો છે ને આ શરીરરૂ૫ સ્કોમાં રહે છે પણ નિશ્ચયેથી ન્યારો છે. અનીતિ પ્રાપ્તિ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ. વ્યવહાર તરફ લક્ષ રાખી શુભ ક્રિયામાંથી શુદ્ધ ક્રિયામાં નિશ્ચય પ્રષ્ટિથી વર્તણુક થાય તેવું ધારવું જે ઇએ. વધારે શુ કહીએ. આમા તેિજ બલવાન થાય તે જરૂર કાર્ય થાય. પિતે જાણે છે કે આ જગતના પદાર્થો મૂકી અંતે જવું પડશે. આવી રીતે જાણતા છતાં ઉદ્યમની ખામી રાખે છે તેમાં દેવ ફક્ત આમાનો છે કારણ કે તે પ્રમાદ કરે છે. માટે સર્વ પ્રકારનું કાયર પણ મુકીને જરૂર શુરવીર થવું તે પાંચ સમવાય કારણમાં ઘમની બહાદુરી બતાવી છે. આ જગતમાં આત્મા શીવાય નિશ્રય દ્રષ્ટિથી મારું કાંઈ નથી એવી રીતે ભજનને સાર સમજ આત્મધ્યાનના ઊંઘમમાં જરૂર લક્ષ આપવું, બાન એજ ઊંચી ગતિમાં ચઢવાના માટે મુખ્ય ઉપાય છે તે જરૂર ધ્યાનપ્રતિ લક્ષ્ય આપી બને તેટલો ટાઈમ ધર્મધ્યાનમાં રેકો. ૩ૐ શ્રી:
વિચારશુદ્ધિ. (લેખક. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ.) સ્થળ, સ્થિતિ, અને પ્રસંગદિને લઈને મનુષ્યના વિચારો ભિન્ન ભિન્ન કલ્પવામાં આવે છે.
વિચાર ઉચ, નિચ, શુભ, અશુભ, સુદ્ધ, વિશુદ્ધ, નિશ્ચલ, ચંચળ, પવિત્ર, અપવિત્ર, વગેરે મનુષ્યોની મનોવૃષ્ટિમાં કારણ મળતાં સંકલ્પ વિકલ્પ રૂપે ઉદ્ભવે છે. જે જે પ્રસંગે મન જે જે સંજોગોમાં ભમતું હોય તેને અનુકરણીય વિચારો સ્વાભાવિક રીતે આવી જાય છે. જેવા સ્થળમાં મનુષ્ય પ્રવેશ કરે તેવા પ્રાયે કરી તેના વિચાર થઈ શકે છે. દાખલા તરીકે દહેરાસર, ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થળમાં બેશીએ તો આપણને ધર્મના વિચારો આવે છે, યુદ્ધશાળામાં જઈએ તે યુદ્ધના, વિષયાદિક ઉત્પન્ન થાય તેવા સ્થળોએ જઈ એ તે વિષયવિકારના, શાંતિના સ્થળમાં જઈએ તે શાંતિના, સ્મશાનમાં જઈએ તે વૈરાગ્યના, વગેરે જેવા જેવા સ્થળોએ આપણે જઈએ તેવા તેવા આપણને વિચારો આવે છે અને તપ કર્મો બંધાય છે. માટે મુમુક્ષુ જનોએ હું કયે સ્થળે જાઉં છું તેને વિચાર કરીને જ તે સ્થળે જવું