________________
૩૮૨
તેઓનું સાધ્ય બિંદુ છે તે નહી ચુકાય તે બદળ પુરી કાળજી રાખે છે. શુદ્ધ દ્રષ્ટિની ધારા ચાલતી હોય તે વખતે અન્ય બાહ્ય પદાર્થોમાં લક્ષ હેતું નથી તો તે વખત કર્મો જરૂર ખરવા માંડે છે ને તેથી રાગદેષ પણ દૂર રહે છે. નવાં કર્મો આવવા પામતાં નથી તેથીજ શુદ્ધ દ્રષ્ટિતરફ તેઓનું ધ્યાન સંપૂર્ણ હોય છે, જ્ઞાનીઓ ખાય છે, પીએ છે, હાલે છે, ચાલે છે, બેલે છે, એ રીતે અનેક પ્રકારે વ્યવહારીક કાર્ય કરે છે પણ સાધ્યબિંદુ તેઓનું કાયમ રહે છે ને તેના પ્રત્યેથી લક્ષ ચુકતા નથી સહસ્ત્રાવધાનીની માફક બુદ્ધિની તિ
તા થાય છે ને તેથી કર્મ પાતળાં પડતાં જાય છે અને તેથી ગુણસ્થાનક ઉપર ચઢવાના રસ્તા તેઓને સુજતા જાય છે. સંસારી જીવોની માફક પડતાં આલંબન તેઓને મળતાં નથી. પડતાં આલંબન મહા અનર્થ કરનારાં છે, માટે મુમુક્ષુ જીવોએ તેને ત્યાગ કરી હમેશ ધર્મને પુષ્ટિ કરે તેવાંજ આલંબનની સહાયતા રાખવી. જોકે સંસારી જીવોને ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે વર્ગ તરફ લક્ષ રાખવાનું છે પણ તેમાં સત્ય શું છે અને અસત્ય શું છે તે સમજી કાયકાર્યને વિચાર કરી લક્ષ્યબિંદુ પરોવવામાં આવે તે ઉત્તરોત્તર ઘણું ફાયદાઓ થાય ને અંતે જરૂર સક્રગતિ પ્રાપ્ત થાય. સંસારી જીવો કરતાં અનેકગણે કરી જ્ઞાનીઓ ચઢતા છે. અને તેથી કરી તેમના વિચારો વિશુદ્ધ અને તેમની ઉચ્ચ ભાવનાના બળે તેઓ મિક્ષ પ્રતિ જલ્દી પ્રયાણ કરે છે. વળી તેઓ મનને સદા એવી શિખામણ આપે છે કે તુ જો ખોટા વિચાર કરીશ તો તને આ દેહરૂપ કેદમાંથી કોઈ દિવસ કર્મ છેડનાર નથી અને તેથી આપોઆપ મન આત્મ સન્મુખ થાય છે. ધણા કાલથી આર્તધ્યાન અને રોક મનના વિચારો જેને કરેલા છે તેને પરિગ્રહી સરકાર વધી ગએલો છે તેથી એકદમ આમાના સન્મુખ મન થતું નથી અને કુદાકુદ કરે છે પણ તે જ્ઞાનીના કબજામાં આવે છે. ધર્મ ધ્યાન, શુકલ યાનના વિચારમાં રહી જ્ઞાનીએને મન પૂર્ણ સહાય કારક બને છે તે એટલે સુધી કે ક્ષપકશ્રેણિ એ ચડી બારમાં ગુણઠાણાને એલંઘી કેવલ જ્ઞાન જ્યારે પામે ત્યારે તેને ચેન પડે છે, અહો જ્ઞાનીઓની તીણતા જુવે કે મનને કેટલું કમજામાં લે છે. માટે જ તેઓ શુદ્ધ દ્રષ્ટિની ધારા કાયમ રાખે છે. જો કે કઈ વખત શુદ્ધથી શુભ દૃષ્ટિમાં આવતા હશે પણ ઉપગની તીવ્રતાએ પાછા ઠેકાણે જતા હશે માટે જ જ્ઞાનીઓને રસ્તે ચાલી બાયલાપણુ મુકી સૂરવીર થઈ ઉપાધીને હઠાવી મમત્વનો ત્યાગ કરી વિષયો પ્રતિની આશક્તતા છેડી ક્ષમા સરલતાને માર્ગ હદયમાંથી નહી ખસેડી સંસારી વસ્તુની ક્ષીણતા જાણુ પરમાત્મવરૂપના આનંદની પ્રાપ્તિના