________________
૩૭૮
બુદ્ધિમાન છે માટે બુદ્ધિવાળા જીવને આધિન કર્યું છે. આથી કરી જે વાદી સિદ્ધ સાધન માને છે તે કેવલ ભૂલ ભરેલું છે. કદાચ એમ પ્રતિપાદન કરવામાં આવે કે વિશિષ્ટ બુદ્ધિવાળાને અમો સિદ્ધ કરીએ છીએ ત્યારે પાછો સવાલ ઉત્પન્ન થાય છે કે શું સામાન્ય બુદ્ધિવાળા જીવ શું સિદ્ધ નથી કરતા ? માટે આપનું જે દષ્ટાંત છે તે સાધ્ય વિકળ છે. વાંસલા આદિ પ્રમુખમાં ઈશ્વર અધિણિતને વ્યાપાર ઉપલંભ નથી થતે પણ કુંભારાદિકનો વ્યાપાર તીહાં અન્વયવ્યતિરેક તરીકે ઉપલબ્ધ છે. માટે આ સર્વે ઉપરથી સાર એ લેવાનો છે કે ઈશ્વર જગતને કત્ત કદિ કરી શકતો નથી. કદાચ કોઈ વ્યાજબી પ્રમાણ વિગેરેથી સાબિત કરી આપશે તે તે મહાને પૂર્ણ ઉપકાર માશું.
તા. ક. આ બાબતનું વિશેષ સ્પષ્ટિકરણ કરવા ઈચ્છનારે શ્રી દિનચાર જૈન તત્વાદ તથા ચિકાગો પૂશ્નોત્તર માળાના ગ્રંથ જેવા.
आत्मा तारूं शुं छे? ते विचार. (લેખક શેઠ. વીરચંદભાઈ કૃષ્ણાજી. મુ. પુના) ચેતન ચેતે કઈ નથી દુનિઆમાં તારું મિથ્યા માને છે મારું મારું રે.–ચેતનજી, લાખ ચોરાશીમાં વાર અનંતિ, દેહ ધર્યા દુઃખ પામી, મળીયે માનવ ભવ હાર ન આતમ, ઉદ્યમમાં રાખ નહિ ખામી રે–ચેતનજી૦ કયારે બંગલે મુસાફિર છવડે, જેને તું આંખને ઉઘાડી, ઉચાળે અનધાર્યો ભર રે પડશે, પડયાં રહેશે ગાડી વાડી રે---ચેતનજી, રામ રાવણ ને પાંડવ કરવ, મૂકી ચાલ્યા સહુ માયા, બણ ડણી શું ફુલી ફરે છે, પડતી રહેશે તારી કાયારે;–-ચેતનજી માયા મમતા ને આલસ છાંડી, ધ્યાન ધરે સુખકારી, બુદ્ધિસાગર સદ્દગુરૂના પ્રતાપે, પામે જીવ ભવપારીરે-ચેતનજી.પ