________________
૩૭૬ ભોગવે છે. એથી કરીને આ સંસાર અનાદિસિદ્ધ થાય છે તે પછી સહેજ વિચાર કરતાં માલુમ પડે છે કે આ જગત તે ઈશ્વરે શી રીતે બનાવ્યું.
આટલી દલીલોથી પણ સંતુષ્ટ ન થતાં કદાચ કોઈ દુરાગ્રહ કરીને કહે કે પૃથ્વી, પર્વત, વૃક્ષાદિક એ કઈ બુદ્ધિવાળાએ રચેલાં છે. પરંતુ આ પણ અને યુકત છે કારણ કે તે તેમના અનુમાનમાં વ્યાપ્તિનું ગ્રહણ થઈ શકતું નથી, અને જે હેતુ થાય છે તે સર્વત્ર વ્યાપ્તિમાં પ્રમાણ કરીને સિદ્ધ કરેલા સાધનો ગમક થાય છે. દાખલા તરીકે અમે તે બંધુને પૂછીએ છીએ કે જ્યારે ઈશ્વરે જગત રચ્યું ત્યારે તે ઇશ્વર શરીરહિત છે કે શરીરરહિત છે. જે શરીરવાળા છે તો તે આપણા જેવા શરીરવાળા છે કે પિશાચોદિના જેવા અદ્રશ્ય શરીરવાળા છે. જે પ્રથમ પક્ષ માનવામાં આવે તો તેમાં મોટો વિરોધ આવશે. કારણ કે ઈશ્વરવિના પણ પિતાની મેળે ઉત્પન્ન થતી બીજી ચી જેવીકે તૃણ, વૃક્ષ, ઈંદ્રધનુષ દેખવાથી એના પાક માત્રા જેમ પ્રયિત્વ હેતુ સાધારણ અનેકાંતિક છે તેમ કાર્ય હેતુ પણ સાધારણ અને કાંતિક છે. વળી જે આપ બીજો પક્ષ રવીકારશે કે ઈશ્વરનું શરીર દેખાતું નથી તે તે ઈશ્વરના મહાગ્યને લઈને દેખાતું નથી કે તમારા પુણ્યની એછાશને લઈને દેખાતું નથી કે તમારા ખોટા કર્મના પ્રભાવને લઈને દેખાતું નથી? જે આપ એમ કહેશે કે ઈશ્વરના માહાત્મ્યને લઈને ઈશ્વરનું શરીર દેખાતું નથી તે તેના માટે કોઈ પણ પ્રમાણ છે ? તો કે નથી તે જ્યારે પ્રમાણ નથી તો તેમાં પુતtતાશ્રી દુધણ આવશે. કારણ કે ઈશ્વરનું મહા વિશેષ સિદ્ધ થાય તે ઈશ્વર અદ્રશ્ય શરીરવાળા સિદ્ધ થાય અથવા ઇશ્વર અદસ્ય શરીરવાળા સિદ્ધ થાય તે ઇશ્વરનું મહાગ્ય વિશેષ સિદ્ધ થાય. આમ દોષ ગર્ભિત છે. કદાચ પિસાવાદિના જેવું માનીએ તો તે તેમાં વળી મેટી શંકાનો પાર રહેતો નથી. કારણકે ઈશ્વર નથી કે જેથી તેમનું શરીર પણ દેખાતું નથી ? એ તો વાંઝણીના પુત્રના સદશ સરખું થાય છે. કદિ કેાઈ કહે કે ઈશ્વર શરીરરહિત છે તે તે દ્રષ્ટૌત અને દાણાંતિક એ બે વિષમ થઈ જાય અને હેતુ પણ વિરૂદ્ધ થઈ જાય કારણ કે ઘટાદિક કાર્યોના શરીરવાળા કુંભારાદિક દેખાય છે માટે ઈશ્વરને જો શરીરરહિત માનવામાં આવે છે તે કંઇ પણ કાર્ય કરી શકે નહિ. આકાશ જેમ નિત્ય અને અક્રિય છે તેવી રીતે ઈશ્વર પણ અકર્તા માનવો જોઈએ.
આટલા હેતુથી શરીરસહિત તથા શરીરરહિત ઇશ્વરની સાથે કાર્યવા હે બાપ્તિ સિદ્ધ થતી નથી. તથા વાદીનો હેતુ જે કઢાવાયા છે