________________
૩૨ પ્રાથે શિથિલપણું બહુ દેખ, ચિત્ત વૈરાગે વાસી, સુરિયર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશજી. “અરિ પદવી નવિ લેવી સ્વામિ ! કરશું કિરિયા ઉદ્ધાર” કહે સરી “ આ ગાદી છે તમાર, તુમ વશ સહુ અણગારજી” અમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણીજી, સત્યવિજય પન્યાસની આણું, મુનિ ગણુમાં વરતાવીજી સંધની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભ સૂરિ થાપી;
નિગ્રાએ ઉગ્રવિહારી, સંવેગતા ગુણ વ્યાપીજી, રંગિન ચેલ લહી જગ વંદે, ત્યધ્વજ લક્ષીજી, રિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જશ તસ પક્ષી છે. મુનિ સંવેગી ગૃહી નિર્વેદી, શ્રી સંવેગ પાખી; શિવ મારગ એ ત્રણે કહીએ, હિાં સિદ્ધાંત છે સાખી; આજે સુહસ્તિ સૂરી જેમ વંદે, આર્ય મહાગિરિ દેખીજી, દે તિનપાટ રહી મરજાદા, પણ કલગતા વિશેખીજી, પૃથિલ જલાસી જનતા પાસી, નૃપ મંત્રી પણ ભલીયાજી; સત્યવિજય ગુરૂ શિષ્ય બહુશ્રુત કપૂરવિજય અતિ બલિયા.
અર્થ-તપગચ્છરૂપી વનમાં કલ્પવૃક્ષની ઉપમા પામેલ સંધના રાજા એવા શ્રી વિજયદેવસૂરિ થયા કે જેનું નામ ચાલુ એટલે પ્રસિદ્ધ થઈ ગુ. ણીજનના સમૂહથી ગવાયું છે. તેને પટધર કુમતિરૂપી હાથીઓમાં સિંહ જેવા શ્રી વિજયસિંહસૂરિ થયા અને તેના શિષ્ય લક્ષણથી લક્ષિત-અંકિ. ત દેહવાળા. (સત્યવિજય) સૂરની પદવીને યોગ્ય થયા?
દેશ વિદેશથી શ્રાવક શ્રાવિકા સાધુ સાધવીરૂપ ચતુર્વિધ સંધ સંકેત પ્રમાણે શ્રી સત્યવિજયને રિપદ આપવા ભેગા થયા, ( શ્રી સત્યવિજય પિતાને સૂરિપદ આપવા અર્થે બધાને મહત્સવ જુદી જુદી રીતે કરતા જોઈ, અને પ્રાયઃ શિથિલપણું બહુ જોઈ ચિત્ત વૈરાગ્યથી પૂર્ણ થયું અને સૂરિવર ( શ્રી વિજયસિંહરિ ) ની પાસે વિનય અને વિરક્તભાવ પ્રગટ કરી પતાની વાત પ્રકાશી:–૨
હે સ્વામિ ! મારે યુરિની પદવી લેવી નથી, હું તે ક્રિયા ઉદ્ધાર કરીશ.! ત્યારે સૂરિએ કહ્યું કે “ આ ગાદી–પાટ તમારે શિરે છે અને તમારે આધીન બધા અણગર મુનિઓ છે.” આટલું કહી તે રિવરે સ્વર્ગગમન