________________
કર્યું અને તેમની વાત સંધને સુણાવી દીધી. સત્યવિજય પન્યાસની આજ્ઞા બધા મુનિવર્ગમાં વરતાવી દીધી.-૩
(શ્રી સત્યવિજયે) સંધની સાથે પિતાને હાથે શ્રી વિજયપ્રભસૂરિને સ્થાપ્યા એટલે અરિ પદવી તેમને આપી અને પોતે ગચ્છની નિશ્રાએ ઉગ્ર વિહાર કરી સંવેગતાને ગુણ વ્યાંતમાન કર્યો. પિતે રંગિત વસ્ત્ર લીધાં. આથી
કે જેવી રીતે ધ્વજાઓ જે છે “ત્યાં ચૈત્ય હશે' એમ ધારી વંદન કરે છે તેવી રીતે જગત આ મુનિને વંદન કરવા લાગ્યા, ચરિ અને પાઠક સન્મુખ આઝાવતી થયા અને તેના પક્ષમાં જશવિજય (મહા મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય) ઉભા રહ્યા.-૪
શિવમાર્ગ–મોક્ષના માર્ગ ત્રણ છે નામે પ્રથમ સંવેગી મુનિ, બીજે નિર્વેદ ગૃહસ્થ શ્રાવક, અને ત્રીજ સંવેગનો પક્ષ ધરનાર (ઉપરના પ્રથમ બે માર્ગ ચગ્ય રીતે પાળી ન શકનાર ), આ વાતની સિદ્ધાંત સાક્ષી આપે છે. જેમ આ સુહસ્તિ પિતે સૂરિ હતા છતાં પણ આર્ય મહાગરિ કે જે સરિ ન હતા પણ મહા સંગી-ક્રિયાશીલ હોય તેથી તેને વાંદતા હતા, તેમ અહીં પણ બે ત્રણ પાટ તેવી મર્યાદા રહી, પણ પછી કલિયુગને પ્રભાવ વિશેષ બલવતર થયે એટલે તે મર્યાદા ન રહી.–૫
( ક્રિયાના સંબંધમાં કહે છે કે લોકોની શિથિલતા સુરિ પદવી લેનારા શું કરવા લાગ્યા? તે કે) જેમ ઘેલા બનાવનાર જળને પીવાથી ગાંડા થયેલ લોકેમાં રાજા અને તેને મંત્રી કે જેણે ઉક્ત પાણી ન પીધું અને તેથી જે ડાહ્યા રહ્યા હતા તેને પણ લાકમાં ભળવું પડ્યું ( કારણ કે ગાંડાની સાથે ગાંડા થયા વગર ગાંડાથી આપદા બહુ વેકવી પડે છે, તેવી જ રીતે તેઓ પણ તે લોકો સાથે ભળવા લાગ્યા.
આપછી સત્યવિજયગુરૂના શિષ્ય મતિમાં બળવાન, અને બહુશ્રુત ( એટલે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન બંનેમાં બહુ જબરા એવા શ્રી વિજય થયા.
આમાં “રંગિત ચેલ” એટલે રંગેલા વસ્ત્ર ધારણ કર્યા એવું જણાવે છે, ( એટલે પીળાં કે કાથિયાં તે પર અજવાળું પડતું નથીપરંતુ શ્રી સત્યવિજય શ્રી વિજયપ્રભસૂરિને વાંદતા નહતા તે વાત સરસ રીતે પ્રકટ થાય છે અને તે વળી તેના સત્ય અને વાસ્તવિક કારણ સાથે.
વળી શ્રી સત્યવિજય ગણિના સંબંધમાં શ્રી વિજયદેવ મહામ્ય વિ. જયપ્રશસ્તિ વગેરે પ્રથે કદાચ વિશેષ અજવાળું પાડી શકે તેમ છે. તે આ સંબંધમાં વિશેષ ચર્ચા, વિગતે સાથે ઉપસ્થિત થશે અને વિગતે જે જે