________________
૩૨૮
जैन ऐतिहासिक चर्चा. ( લખનાર--હિનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ. એલ. બી.)
વિ. વિ. જે બુદ્ધિપ્રભાના વ ર ના અંક ૯ માં આવેલ લેખ નામે જી લેખના આધાર ઐતિહાસિક વિપધ” વાંચો અને આનંદ સંપ્રાપ્ત થયા. આવા ઐતિહાસિક લેખે જેમ જેમ વિશે બહાર આવશે અને તે વળી બારીક અને સૂક્ષ્મમાં સૂમ બિના માધે, તે જૈન ઇતિહાસનાં છૂટાં છવાયાં પ્રકરણે શંખલાબદ્ધ શ્રેણીમાં આવી અખંડ એતિહાસિક ગ્રંથ મેળવવા ભાગ્યશાળી થઈશું.
મુનિશ્રી બુદ્ધિસાગરજીએ પહેલાં કેટલીક તવારીખ ઉપરના લેખમાં આપેલ છે અને પછી હીરવિજયસૂરિથી જરા વિસ્તારપૂર્વક લખી જે પરિશ્રમ સાવ્યો છે તે માટે તેમને અવશ્ય ધન્યવાદ ઘટે છે; આવું અનુકરણ હાલન વિદ્યમાન પંડિત મુનવરે અચૂક કરશે તો જનસમાજ પર ઉપકાર થશે.
હવે ઉક્ત લેખ તપાસીએ, તેમાંના બીજા ભાગમાં યતિની બહત પાવલિને આધાર ટકેલ છે, તે તે આધાર અક્ષરશઃ ટાંકી ચર્ચા ઉપસ્થિત કરાઈ હતી તે વિશે અજવાળું પડતાં બહુ ઉપયુક્ત થાત. ઉપરની તે પઢાવલિ હાલમાં પાટણમાં વસતા સૂરિ પાસે છે તે અખંડ અદાર છપાશે એ. વી આશા રાખવામાં આવે છે, તેથી તેમ કરવા પરિશ્રમશીલને વિન્નત છે.
તે લેખમાં લખ્યું છે કે શ્રીવિજયપ્રભ સૂરિને શ્રી સત્યવિજયગણીએ ન વાંધા અને સામા પડી કાથીયાં વર ધારણ કર્યા એમ થતિની બહત પદાવલિમાં જોવામાં આવે છે, પણ તે ઉપર સત્યવિજયનું નિર્વાણ જોતાં નિશ્ચય રહેતો નથી.” આ સ્થનમાં શું સત્ય છે તેનું સમર્થન કરવા થવીરવિજયજી કે જે શ્રી સત્યવિજયજીનાં સંતાનમાં જ છે તેમણે ઉપરના સંબંધમાં ઘણું સારું અજવાળું પાડે તેવી પ્રશસ્તિ સંવત્ ૧૮૯૬ માં લખે છે તે તે લઈએ –
તપગચ્છ કાનન કલ્પતરૂફળ, વિજયદેવ સૂરિરાયા; નામ દશે દિશ જેહનું ચાવું, ગુણીજન વંદે ગવાયા. વિજયસિંહ સૂરિ તસ પટધર, કુમતિ મતંગજ સિહોજી, તાસ શિષ્ય સુર પદવી લાયક, લક્ષણ લક્ષિત દેજી. સંધ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સંક; વિવિધ મહોત્સવ કરતા દેખા, નિજ સૂરિપદને હેતે,