________________
૨૬૧
जैनधर्म बौधधर्मनी शाखा छे ?
( વેલચંદ ઉમેદચંદ મહેતા, હાઈકોર્ટ લીડર. ) કેટલાક લોકે હજુ સુધી માને છે કે જૈનધર્મ ધધર્મની શાખા છે. કેટલાક યુરોપીયન વિદાનોને જૈન ધર્મના મુળતત્વો બાધધર્મને મળતા લાગ્યા. તેથી ઉંડ નહિ ઉતરતાં તેઓ માનવા લાગ્યા કે જેનધર્મ શોધમાંથી નીકળે છે. ઇતિહાસ-કર્તાઓ તેમના મત પ્રમાણે લખવા લાગ્યા અને છે. વટે સાધારણ માનતા થઈ કે જૈનધર્મ બોધની શાખા છે. પછી . કેબીએ શોધ કરી બતાવી આપ્યું કે જેનધર્મ બ્રોધથી પૂરાતન છે. સને ૧૮૮૪ થી ૧૮૯૪ સુધીમાં તેણે છપાવેલ +“પૂર્વનાં પવિત્ર પુસ્તક ” ના ૨૨ તથા ૪૫ ના પુસ્તકમાં તેણે અંતિહાસિક રીતે સાબીત કરી આપ્યું છે કે જૈનધર્મ બોધથી જુને છે, અને એક ધર્મ બીજમાંથી કંઈ પ્રહણ કર્યું હોય તો બંધ જૈનમાંથી ગ્રહણ કર્યું છે. જેને બધમાંથી નહિ.
પ્ર. કેબીએ તે માટે જે પૂરાવા એકઠા કર્યો છે તેને સારાંશ નીચે મુજબ છે. પુરેપુરી વાકેફગારી માટે તે પુસ્તકોની ઉપોદઘાત વાંચવા જીજ્ઞાસુને ભલામણ કરું છું.
(1) બોધના જૂના પુસ્તકમાં સારી રીતે જાણીતા, અને સર્વ માન્ય જૈનના મૂળત સંબંધી લખાણ જોવામાં આવે છે. તેનાં દ્રષ્ટાંત નીચે મુજબ છે.
(અ) દિધનિકાયાના બિન્દા જાળ સુત્રમાં જળકાય સંબંધી વિવેચન છે.
(બ) આત્માને રંગ છે તે અજિવક મૂળતત્વને જૈન અંગીકાર કરતા નથી તે સંબંધી તેમાં લખાયું છે.
(ક) તેજનિકયાના સમનફાલ સુત્રમાં પાર્શ્વનાથજીના ચાર મૃત સંબંધી લખાણ છે. આ લખાણ ઘણું ઉપયોગી છે. કારણ શ્રી પાર્શ્વનાથના વખતના જૈન સિદ્ધતિની બધાને માહીતી હતી તેવું આનાથી સાબીત થાય છે.
(૩) શરીરના કૃત્યથી પાપ વધારે કે મનના કૃત્યથી તે સંબંધી બુદ્ધ સાથે વાદ થતાં શ્રી મહાવીરના શ્રાવક ઉપાલીએ બોધધર્મ સ્વિકાર્યો તેવું લખાણ મઝઝીમ નિકાયામાં છે.
() મન, વચન, અને કાયાના દંડના જૈન સિદ્ધાંત સંબંધી તેમાં લખેલું છે.
+ Sacred Books of the east.