________________
૧ ૩૫
છે, તેમ આત્મા ઉપર ઘણાં અને વિચિત્ર દૂરબીને ચડી જવાથી, જેવા કાચવડે જોઈએ છીએ તેવી દુનીઆ જણાય છે. પણ ખરી રીતે તેમ છે નહી. માયાવી દૂરબીને દૂર કરી અંતરંગ ચક્ષુરૂપી દૂરબીનથી જોઈએ ત્યારે જ ખરું સ્વરૂપ જાણી શકાય.
અહો ! જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય બીચારા કેવી ગફલતીમાં કાળ વ્યર્થ ગુમાવે છે. માટે જ કહે છે કે જાગો ! આત્મસ્વરૂપે જાગે ! કેમકે ગમે ત્યારે. છેવટે પણ-સંપૂર્ણતા મેળવવાની અગત્ય તે છેજ. (પરમાત્મપદે જવું તે છેજ.) ત્યારે હમણાંથીજ જાગ્યા ત્યાંથી સવાર ગણું આગળ રસ્તો કાપો. તમારો અભ્યાસ તમારે આજે નહિ તે કાલે પણ પુરે કરવો જ પડશે, પરીક્ષા આપવી જ પડશે, ત્યારે સાવધ થાઓ, અને કર્તવ્ય બજાવો. વળી વિચાર કરો કે-આ જીવે કેટલીવાર કયા કયા રૂપે જન્મ ધર્યા, અનેક સં. બંધ કીધા, પણ વિચાર કર્યો નહિ કે આ બધા કયા શહેરના રહેવાસીઓ છે ? શું આ સ્થૂળ ભુવન-ગામ, શહેર, કે મકાન, ને હમેશનું વતન માનવાનું છે ? નહિ. ખરૂં સ્થાન તો બીજું જ છે. મહાત્માઓ તેમ માને છે અને સંસારપર નિર્મોહ રહી કર્તવ્ય બજાવી તે સ્થળે જવા ભાગ્યશાળી થાય છે. કારણ કે દુનીઆદારી જે મિથ્યાસંસાર છે, તેને માયા, ભ્રમણ રૂપે તેઓએ જોઈ છે.
સંસારમાં ધન, કુટુંબીઓ, અને સારાં કૃત્યો, એ ત્રણ ચીજો સાથે દરેક જીવને ગાઢ સંબંધ હોય છે. પણ થયું છે એવું કે જ્યારે સારાં કૃત્યો પહેલાં જોઈએ અને ધન છે જોઈએ, તેના બદલે ધને લાગ શોધી પિતાનો નંબર પહેલ કરી દીધો છે. નહિત મજકુર ત્રણ મિત્રો પિકી મનુષ્ય જ્યારે દેહમુક્ત થાય છે, ત્યારે ધન, દોલત, એ મિત્ર તે તેને તરતજ છોડી દે છે, એટલે ઘરમાં પડી રહે છે, (સાથે જતું નથી), કે જેના ઉ. પર તે જીવ સંપૂર્ણ રાગવાન હતો. બીજા મિત્રમાં માતાપીતા, ભાઈ, બહેન, સ્ત્રી, દોસ્તે, સગાં, સ્નેહીઓ છે તેઓ વધારેમાં વધારે સ્મશાન સુધી જાય છે, અને ત્યાંથી પાછા ફરે છે. પણ ત્રી મિત્ર કે જેના માટે ઉપર કહ્યું તેમ દરેક જણ બેદરકાર માલૂમ પડે છે, છતાં તે આગળ આવે છે અને તેનાં સારા કામ પ્રમાણે તેને સારી ગતિ અને સારૂ સ્થાન મેળવી આપે છે. માટે જો તમારે આગળ વધવું હોય તે હજુપણું ચે અને સત્યની પીછાણ કરતાં શીખો. જ્ઞાનીવચન એજ કથે છે કે નહિ એ તો, કર્તવ્ય બાવી શકશે નહિ, અને વધારે ને વધારે અંધારામાં રહેશે, ગફલતીમાં