SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ફસી જશો, કેમકે ચડવા માંડે છે ત્યારે મનુષ્ય ચડે છે અને પડવા માંડે છે ત્યારે વધુ અધમ થતે જઈ વધુ નીચે પડતું જાય છે અને પશુયાનમાં–તિNચ ગતીમાં, યા તેથી ઉતરી નરક ગતિમાં જાય છે, ને ત્યાં મહાકષ્ટ સહન કરે છે. માટે જાગે, ઉન્નતિક્રમમાં આગળ વધો, અને આજથી જ કાંઈ કરતાં શીખે, કાલને ભરૂસ ન રાખે. કેમકે કાળ માથે ફરે છે અને તે કર્તવ્ય કર્મ પ્રમાણે ગતિમાં ઉચકી જવા લાગ જોઇનેજ ઉભે રડ્યા છે. મ. હાત્મા બુદ્ધીસાગરજીનું ભજન. જુઓ ઝપાટે જુએ ઝપાટે, કાળને વિકરાળ રે; જગત જીવને પાશ પકડી, કરે નીત્ય ફરાળ રે, ૧ રાજા રંક રૂ બાદશાહને, માલીકને મહિરાણ રે; ગાદી ઘાલ્યા ઘરમાંહિ, ચાલ્યા કેઈ મશાણ રે, ૨ કાળ કેવો ક્રુર છે તે હવે નવું જાણવાનું નથી રહેતું. ઉપલાંજ પદની થી કડીમાં કહે છે કે રાત ન ગણો, દીન ન ગણશે, વૈતને વ્યક્તિ પાત રે, જોતાં ટગમગ ચાલવું જીવ, માતપિતાને ભ્રાત રે, ૪. ગમે તે ટાણે, ગમે તેવો બહોળો પથાર કરી બેઠા હશે ત્યારે, અરે ! પરમાર્થમાં આસકત હશે ત્યારે પણ તે આવ્યો તે એક પળ માત્ર પણ ઉમે રહેનાર નથીજ. મહાત્મા પ્રભુ મહાવીર પણ એક સમય માત્ર વધારી શકયા નહતા તે પામર મનુષ્ય શું હીસાબમાં ? કેમકે. ચાલ્યા અનતા ચાલશે જગ, વૃદ્ધ યુવા નર નાર રે; બુદ્ધિસાગર ચલત પંથે, ધર્મ તેણે આધાર રે, ૫ એ માર્ગ સદાકાળ વહેતો છે, અનેક ગયા છે ને જાય છે તથા જશે, તેમાં કેઈનું ડહાપણ વ્યર્થ છે, અભિમાનને ફાંકામાં રહી નાહક કરવાનું ચુકી જવાય છે મુછ મરડી મહાલતા ને ગરવે દેતા ગાળ રે; રાવણ જેવા રાજવી પણ કેળીયા થઈ ગયા કાળી રે, માટે હે પામર મનુષ્ય ! તયાર થા; અને કર્તવ્ય બજાવ નહતો. રજની થોડી વેષ ઝાઝા, આયુ એળે જાય રે; એ વાક્ય પ્રમાણે સમય વ્યતીત થતો જાય છે અને દુનીઆરૂપી નાટકમાં વે ભજવવાના હોય છે તે રહી જાય છે. એક વાત યાદ રાખવાની છે કે ફરજો બજાવવા લાગ્યા એટલે પતી ગયું સમજવાનું નથી, નિર્ભય રીતે બેસવાનું નથી કારણ જેમ જેમ આ
SR No.522017
Book TitleBuddhiprabha 1910 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy