________________
પણે--સચ્ચાઈના. નીતિના, સદ્ગુણ આદિના, ઉત્તમ માર્ગોએ વધતા જઈ શું તેમ તેમ સામેથી પ્રહારો પણ તેવાજ હજોરથી આવતા જશે, અનેક અડચણો ઉભી થશે, નિરાશાઓ પેદા થશે. એટલું જ નહી પણ સત્ય માગે જવામાં પિતે ભુલ કરી છે એમ આસપાસના સંજોગો અને બનાવો તેને લલચાવશે માટે આવા પ્રસંગોએ “ જેવા સાથે તેવો” એ નિયમે ઘણું મજબુત રહેવું જોઇએ, અને સમુદ્ર પાર ઉતરવામાં જોઈએ તેટલા ખરાબ આવે તો તેની સામે થઈ દુર કરી, ધારેલ રીતે કીનારે પહોચવા કદમનના રહેવું જોઈએ અને તેમ થાય તેજ કલ્યાણું છે, નહિ તે જીવ ઘણે ઉચ્ચા ચડ્યા છતાં, માત્ર એક બે પગથી આબાદી છતાં, એકદમ નીચે પડે છે. અને તે એવો પડે છે કે જેમ એક માળથી પડનાર માણસ કરતાં પાંચમ માળથી પડનાર મનુષ્ય જમીન સાથે વધુ અફડાય છે અને તેના ચૂરેચૂરા થાય છે તેમ ઉચે ચડેલ જીવ છેક નીચે આવી પહોંચે છે. તે
એક બીજો દાખલો આપવો જરૂરી છે કે શેરોને જે સાધારણ કેકાણેથી ચોરી કરવી હોય તે ઘરના મનુષ્યો સહેજ નિંદ્રાવશ થયાં કે જરા ગાફલ રહ્યાં તેટલામાં (જરા માત્ર મહેનતમાં) પિતાનું કામ કરી શકે છે, પણ જે ઠેકાણે વધુ ધન હોય, વધુ જાપતા હોય, સરકારી સંત્રીઓની ચાકીઓ હોય, ત્યાં શું–સહેજમાં ચારી કરી શકે છે કે નહિ ત્યાં તો પહેરેગીરો જાગૃતિમાં હોવાથી નિરાશ થવું પડે છે. પણ ધાડ પાડનારાઓનો નિશ્ચય તે ઉપરજ હોય છે, તો જ્યાં વધુ જાતી ત્યાં વધારે જોર, એ પ્રકારે વધુ માણસ એકઠા કરી એવી યુક્તી, (પ્રપંચ જાળ રચે છે કે, પહેરેગીરો ફસાઈ પડે છે. હા ! તેવે વખતે એકાદ પણ જે–પલા પંચાપાખ્યાનવાળા ઘરડા પક્ષીની માફકસાવધાન હોય અને સામી યુતી વાપરે અથવા વધુ પુરૂષાર્થ ફેરવે, ચોરોને હટાવી શકે. કબજે કરી શકે અને માલીકનું ધન સાચવી શકે. જુઓ મહાત્મા રાજધિ પ્રશ્નચંદનું દ્રષ્ટાંત; તે વનમાં ઉત્કૃષ્ટ તપ આદરી કાઉસગ ધાને હતા, છતાં મનરૂપી મર્કટે તેમની ધ્યાતાની શુભદશા ચુકાવી. આર્તધ્યાને ચઢાવી સાતમી નર્કમાં લઈ જવાની સંપુર્ણ તૈઆરી કરી હતી, પણ જ્યારે ભાન
* (છવ કેમ ચડે છે, ક્યાંથી ક્યાં પાછો પડે છે, અને કયાં પહોંચ્યા પછી પાછો પડી શકતો નથી, એ શરળ રીતે જાણવામાં “જ્ઞાનબાઈ” ને નકશે ઘણુંજ અજવાળું પાડે છે. નવરાશને વખત બીજી દોષિત રમતમાં કાઢવા કરતાં આનિર્દોષ અને જ્ઞાનમય રમતમાં કહાડવાથી જ્ઞાન સાથે ગમત એમ બે લાભ થાય છે.)