________________
૧૩૮
ઠેકાણે આવ્યું, (શુભ નિમિત્ત મળ્યું) કે તરત જ તે નઠારા વિચારો ના કરતાં પણ વધુ જોરે ) વિશેષ ધ્યાનારૂઢ થઈ સ્વરૂપમાં જ લીન થયા કે તરતજ-કે. વલ્ય જ્ઞાન થયું. અહા ! જુઓ જ્ઞાનની બલિહારી ! ખરું છે કે “ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કઠીણ કમનો નાશ” અજ્ઞાનીઓ આવે વખતે શું કરી શકે ?
ઉપરના દાખલા પ્રમાણે જેઓ બારીક કસોટીઓમાંથી પસાર થાય છે, તેઓજ મોક્ષના મહાન મંદિરમાં પ્રવેશ કરી શકે છે, અને ખરા અનુભવ મેળવી શકે છે. એ અપૂર્વ સુખ (ખરો આનંદ) એવું છે કે તે અનુભવ લેનારાજ જાણે, ભાષા પૂરેપૂરું વર્ણન કરી શકે નહી. શાકરની મીઠાશ ખાનારો પિતે જાણે, પણ બીજાને તે ખરા રૂપમાં કહી શકે નહી, પણ જ્યારે તેજ શાકર બીજો (સ્વાદ પુછનારોજ) ખાય તે પોતે જ જાણી શકે કે તેની મીઠાશ કેવી છે.
श्री सर्वज्ञनी अतिशय भरी वाणीनुं सामान्यतः द्रष्टांत.
મંદાક્રાન્તા છંદ ઉનો વાયુ, સહન કરતો, ભીલ મધ્યાહકાલે, દોટ આવે, વિકટ વનમાં, તાપ ત્યાં ખુબ સાલે; સાથે ત્રિયા, તરૂણ ત્રણ છે, ચાહ્ય વિશ્રામ લેવા. બેઠા ત્યારે, તરવર તળે, થાકીને લેથ જેવા. તેવે કીધું, પ્રથમ પ્રમદા, પ્રાણ પાયે ૫ હે, વ્હાલા મારા, તૃષિત થઈ છું, નાથજી શીર નામું જાઓ જાઓ, શીતળ જળ જે; આણી આપ કહીથી. શાંતી થાય, તરસ છીપતાં, જાવું ધાર્યું અહીંથી, બીજી બોલી, બહુ વિનયથી, સ્વામી જે ચિત્ત ચાહે; તાતા તાપે, શ્રમિત થઈ છું, નાથની મહેર થાઓ, ધીમે ધીમે, મધુર સુરથી, પ્રીતથી ગીત ગાઓ, ગ્લાનિ ટાળો, વિનવણી સુણી, ચાલવું બાદ થાઓ. ત્રીજી ત્યારે, તરત વરતી, સાંભળો ામ મારા;
ઈચ્છા એવી, હદય પ્રકટી, પૂરવી સહેજ પથારા, ૧ પડે. ૨ પાણીની તરસી ૩ સ્વથી, અવાજથી. ૪ બેદ.