________________
૧૩૪
શું તુનીગા હવાની છે”?
જાગ–જાગ.
( લેખક. મધુકર ) ( અંક ચોથાના પાને ૧૧૦ થી અનુસંધાન )
“ જાગો-જાગે–જાગવું છે જરૂર.” જેમ જેમ સમય પસાર થાય છે, કલાકે વહે છે. દિવસે જાય છે, તેમ તેમ પૂલ ( દારિક) શરીર નાશ થવાના સમયની નજીક જવાય છે. અને જે કાર્ય કરવાનું છે, તે–નિંદ્રામાં રહી જાય છે. શરીર અને જીવન સંબંધ દૂર કરી જીવને આમ પરમાત્મપદ મેળવવાનું છે, અને તે સંસારની ગતિમાં માત્ર મનુષ્ય અવતારેજ-મનુષ્યગતીથીજ કર્તવ્ય કર્મ પૂરું કરી મેળવી શકાય છે. તે ગુમાવાય છે.) અને અંધાની માફક ચેરાસીને ફેરો ફરવો પડે છે માટે જાગે–જાગે--જાગવું છે જરૂર.
ખરેખર–મનુષ્યો આ વાતને જાણવા છતાં, સરૂઓ પાસેથી ઉપદેશ સાંભળવા છતાં, માથાની ગફલતમાં કર્તવ્ય ને ભુલે છે અને પોતે કેણ તે ન પીછાનતાં ભ્રમણામાં–જુદી માયામાં,મારાપણું આપી દીધું છે.
સિંહના બચ્ચાને જન્મતાં બકરાના ટોળામાં ભળવાને પ્રસંગ મળે અને પછી મોટું થાય ત્યારે પણ ભ્રાંતિને લીધે સિંહપણું ભુલી જાય છે અને બકરારૂપ પિતાને માને છે; આતે કેટલી ભૂલ ! તે બીજા હજારો બકરાં તરફ જોઈને અંદગી પૂરી કરે છે. પણ જ્યારે પિતા તરફ પિતાના રૂપ (દેખાવ) તરફ, નીહાળી જુએ અને વિચારે ત્યારે જણાય કે હું બકરાની જાત નથી પણ વનને ગજાવનાર શૂરવીર સિંહ છું. તેમ આતમા પિતે સિંહ રાજ છતાં, કર્મને તોડવાને બળવાન છતાં, માયાના પ્રસંગોમાં રાગી રહેવાથી, બકરારૂપે થઈ પડે છે; અથવા એક રાજાને તખ્ત ઉપરથી ઉઠાડી રાજ્ય બહાર કાઢી બેડી સાથે બંદીખાનામાં પુર્યો હોય તે આ આત્મારાજા થઈ ગયો છે.
સંસારને માયા કહેવાની શું જરૂર છે તે ઘણાઓ જોઈ શકતા કે જાણી શકતા નથી; કારણ કે પુણ્યબળે, વ્યાદિક સગવડાના લીધે એશ આરામમાં ગુલતાન હોવાથી તેઓને દુ:ખનું ભાન થતું નથી અને જયારે દુઃખનું ભાન ન થાય, ત્યારે સ્પરૂપનું ભાન તો ક્યાંથીજ થઈ શકે ? નહિ તો આ પણે આ દુનીઆને જે આખે જેવી જોઈએ છે તે તેવી નથી, તે ભાન કેમ ન થાય ? દુરબીનથી એક વસ્તુ નજીક જણાય છે છતાં ઘણી દૂર હોય