________________
૧૩૩
ભરમાવી શકતું નથી. જેઓને તવનું જ્ઞાન નથી તેઓ ગાડરીયા પ્રવાહની પેઠે અજ્ઞાનરૂપ અંધકૃપમાં પડી જન્મ જરા મરણનાં દુઃખે પામે છે.
સમ્યકત્વ રત્નની ખાસ જરૂર જો હોય તો પ્રથમ તત્ત્વની શ્રદ્ધા કરવી જોઈએ. સગુરૂ થતજ્ઞાને જે ઉપદેશ આપે તેનો પરિપૂર્ણ વિચાર કરી શ્રદ્ધા કરવી જોઈએ. સગુરૂની શ્રદ્ધા કરવી જોઈએ. આત્મજ્ઞાની ગીતાર્થ સદ્ગુરૂ હેવા જોઈએ.
સર્વજ્ઞનાં વચનો જેના હૃદયમાં સત્ય ભાસ્યાં છે. કોઈપણ વચન જૂઠું નથી એવી શ્રદ્ધાવાળાને નિશ્ચલસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ગમે તે જાતિને મનુષ્ય આવી શ્રદ્ધા ધારણ કરે છે તે સંખ્યત્વને પામે છે. તિર્યચપણ સમ્યકુત્વને પામે છે. આવી ઉત્તમ અમૂલ્ય શ્રદ્ધા પામવા અહર્નિશ પ્રયત્ન કરવો. શ્રદ્ધા પામી અનેક જી મુક્તિ પામ્યા–પામે છે અને પામશે. 98 શતિઃ ૩
પક્ષીઓની કેદ છોડાવવા અરજ, માણસના બે મીનીટના શોખ ખાતર પાંજરામાં અંદગીપર્યત બં. દીવાન થતાં પક્ષીઓ માટે લંડનના “Anima's, Friend” માસીકના
અધિપતિ મી. અનેસ્ટ બૅલની કેટલીક દલીલો ફરીથી છપાવી આપણા મિત્ર મી. લાભશંકર લક્ષ્મીદાસ, દયાળ યુરોપિયન અને હિન્દી પ્રજાને અર્જ કરે છે કે –“આ ઘાતકી રીવાજ બંધ કરવા તથા પક્ષીઓને છુટાપણું
વ્હાલું વધારે છે, તેથી છુટાપણું બક્ષવાના કામને ઉત્તેજન આપવું, કેમકે પિતાના થોડા વખતના શોખની ખાતર જન્મસુધી બંદીવાન કરવાનું કામ કોઈપણ દયાળુ, ઇનસારી અને વિચારવંત માણસ તો કદી કરે નહિ, અમેરિકાના યુનાઈટેડ સ્ટેટસની સરકારે આ વ્યાપાર તદ્દન બંધ કીધો છે; તેજ પ્રમાણે હિન્દી સરકાર એવો એક કાયદો ઘડે એવો આગ્રહ દયાળ જનને મી. લાભશંકર કરે છે.
મી. લાભશંકર બીજું એક હેન્ડબલ જેની દશ હજાર કાપી જૈન . કેન્ફરન્સ તરફથી વહેંચવામાં આવી છે તેમાં પોતે જાતે જોયેલ પાંજરામાં રહેતા પોપટ ઉપર અજાણતાં પડતું દુઃખ વર્ણવી દાખલા સાથે બતાવે છે કે, બેડી ! સેનાની છતાં પણ તે મનુષ્યો ! તમને પસંદ નથી તે, ખુલ્લી હવામાં, આકાશમાં, કોલ કરતાં પક્ષીઓને, સેના કે રૂપાનું પાંજરું શા કામનું છે? માટે જેઓ આ શખ ધરાવતા હોય તેઓએ આંખ ઉઘાડવી જોઈએ છે. પિોપટ વેચનારા એક પાંજરામાં સંખ્યાબંધ પોપટ ભૂખે તરશે ભરી વેચવા નીકળે છે. મુંબઈની પક્ષીઓ વેચવાની મારકીટમાં જુવે તો ત્યાં હજારો પક્ષીઓ પાંજરામાં આ રીતે ભરેલાં હોય છે. આ રીવાજને શું હિંદુઓ દૂર ન કરી શકે ? શું આને ઘાતકીપણું ન કહી શકાય ?