________________
૧ ૩૨
સાધુધર્મની કેવલજ્ઞાનિએ જે પ્રમાણે પ્રરૂપણું કરી છે તેજ પ્રમાણે સત્ય છે.
અષ્ટાદશદોષરહિત દેવ, અને પંચ મહાવ્રત ધારી જિનાજ્ઞા પાલક સદ્ગુરૂ અને કેવલજ્ઞાનિએ કહેલો ધર્મ એ ત્રણ તત્વ ખરેખર સત્ય છે; તેની શ્રદ્ધાજ ખરી છે એમ માનનારને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
આતમાં છે, આમાં નિત્ય છે, કર્મ છે. કર્મને કર્તા તથા ભગવનાર આત્મા છે. કમને હર્તા (નાશકર્તા) આત્મા છે મોલ છે અને મોક્ષના ઉ. પાય છે. કેવલજ્ઞાનિએ જે આવી પ્રરૂપણ કરી છે તે સત્ય છે. | કર્મના આઠ ભેદ અને તેની એક અઠ્ઠાવન પ્રકૃતિનું જે વર્ણન કર્યું છે તે સત્ય છે.
કેવલજ્ઞાનિના જ્ઞાનમાં જે ભાસે છે તે સત્ય ભાસે છે, તેમજ કેવલ જ્ઞાની તીર્થકર રાગ દ્વેષ રહિત છે, તેથી જે કહે છે તે સત્ય કહે છે. કેવલ જ્ઞાનિનાં વચને ત્રણ કાલમાં અખંડ રહે છે. માટે તેમની વાણી તેજ સત્ય દેવી છે તેની શ્રદ્ધા કરવી.
સર્વજ્ઞનાં વચનોની શ્રદ્ધા થતાં મિથ્થાબુદ્ધિનો નાશ થાય છે. અવિવેક બુદ્ધિ ટળે છે અને વિવેકબુદ્ધિ પ્રગટે છે. સત્ય પ્રતિ રૂચિ પ્રગટે છે અને આ સત્ય ઉપર અરૂચિ પેદા થાય છે. કુદેવ, કુગુરુ, અને કુધર્મમાં પ્રેમ રહે નથી. જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારને નાશ થાય છે, તેમજ સત્યતત્ત્વની શ્રદ્ધા થતાં અસત્યબુદ્ધિનો નાશ થાય છે.
આમા પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજે છે અને અશુદ્ધ તરવને અશુદ્ધ તરીકે જાણે છે. સર્વજ્ઞનાં કથિત તત્તવોની શ્રદ્ધા થતાં આત્મા બીજના ચંદ્રની પિઠે પ્રકાશી નીકળે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં પૂર્ણિમાનાચંદ્રની પેઠે પૂર્ણ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. માટે શ્રદ્ધાની અત્યંત આવશ્યકતા છે. શ્રદ્ધાવિના દયાદિત પાળી શકાતાં નથી. માટે શ્રદ્ધાજ ધર્મનું મૂળ છે. જો શ્રદ્ધા ન હોય તે પાયાવિનાના પ્રસાદની પડે તો ટકી શકતાં નથી. શ્રદ્ધા વિનાનું ચારિત્ર મોક્ષ પદ આપી શકતું નથી. શ્રદ્ધાવિનાનું ચારિત્ર અભવ્ય પણ પાળી શકે છે. શ્રદ્ધાવિના ધર્મનાં કષ્ટો સહન થઈ શકતાં નથી. શ્રદ્ધા વિના ક્ષણમાં મન ડગી જાય છે. શ્રદ્ધાવિના રાણાંત ઉપસર્ગ સહન થઈ શકતા નથી. જિનસર્વજ્ઞ ભગવાન કહે છે કે તોની શ્રદ્ધાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને આમાં અનંતસુખ પ્રાપ્ત કરી શકે છે.
તત્ત્વની શ્રદ્ધા ધારણ કરનારનું મન જેવું ધર્મમાં સ્થિર રહે છે તેવું અન્યનું રહેતું નથી. ચાળ મજીઠના રંગની પેઠે તત્ત્વની શ્રદ્ધા થવી જોઈએ-અંધશ્રદ્ધા વા કળશ્રદ્ધા વા દષ્ટિરાગની શ્રદ્ધાને દૂર કરી જ્ઞાનપૂર્વક શ્રદ્ધા કરવાની જરૂર છે
જે મનુષ્યો તત્ત્વનો અભ્યાસ કરી જ્ઞાનશ્રદ્ધા પ્રાપ્ત કરે છે તેઓને કોઈ