SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર આવી અકૃપા શા માટે ? અળતાં પણ શું અમારાથી પતિનો કાંઇ અપરાધ થયો છે ? આજે નિત્યની માફક પતિ તરફથી બીલકુલ માન ન મળવાનું કારણ શું ? વિગેરે સંકલ્પ વિકલ્પથી ઘેરાયેલી વલ્લભાઓ નજીક આવી અને સાર્ક હદયે તથા નમ્ર વચને પતિને પ્રાર્થના કરવા લાગી. “સ્વામીનાથ ! શું આજે અમે કાંઈ આપના અપરાધમાં આવેલ છીએ ? આપ આટલા બધા ઉદાસ શા માટે ? થેડા વખત ઉપર આપ આ મહે. લના ઝરૂખામાં આનંદમાં ફરતા હતા અને ચંદ્રાવતીની શોભા અવેલેકતા હતા. આટલા ટુંકા વખતમાં આપ આમ ઉદાસ શા માટે ? જે તે વાત આ સહચારિણીઓને જણાવવા લાયક હોય તે કૃપા કરી જણાવશે.” પોતાની પ્રિય વલ્લભાઓને અવાજ કાને પડતાં જ તે જાગૃત થયે, અને પ્રેમનાં વચનોથી બોલવા લાગ્યું કે, “પ્રિય વલ્લભાઓ! આજે એક મોટી ચિંતામાં નિમગ્ન થયો છું અને તેથી જ તમારા આગમનને હું જાણી શકયો નથી. તેમ જે તમારા પિતાના અપરાધ વિષે શંકા કરી તે કાંઈ નથી. પણ મને આજે જે ચિંતા થઈ છે તેનું કારણ જુદું જ છે, અને તે ચિંતામાં તમારે પણ ભાગ લેવાનો છે. આપણું આ શહેરના નિવાસી વણિક પુત્ર ગુણવર્માએ હમણાં મારી પાસે આવી, પિતાનો ઈતિહાસ સંભળાવ્યો છે, અને તે જ ચિંતાનું કારણ છે.” આ પ્રમાણે જણાવી મહારાજ વિરધવળ પાછો શાંત થઈ ગયે. મહારાણી ચંપકમાલા હાથ જોડી નમ્રતાથી રાજને વિનંતિ કરવા લાગી. “મહારાજ ! આપની ચિંતાનું કારણ આ સહચારિણુઓને અવશ્ય જણાવવું જોઈએ. અમે આપના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારી છીએ. આપના કહેવા મુજબ આ ચિંતામાં અમે ઘણી ખુશી થઈને ભાગ લઈ અને અમારાથી બનતું કરીશું.” પ્રિયાનો અત્યાગ્રહ જોઈ મહારાવન વીરધવલે પોતાની ઉદાસીનતાના કારણરૂપ ગુણવમાએ કહેલો વૃતાંત જણાવો શરૂ કર્યો. પ્રકરણ ૩ . વીરવળની ઉદાસીનતાનું કારણ “વલ્લભાઓ ! આપણી આ ચંદ્રાવતીમાં લેભનંદી અને લેભાકર નામના બે વણીકા રહે છે. નામ તor : આ ન્યાયને અનુસ
SR No.522017
Book TitleBuddhiprabha 1910 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy