SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મલયાચળને સ્પશીને આવ મંદમંદ પવન તેના વિચારોમાં શીતળતા પ્રસરાવી રહ્યો હતો. તેના શરીરનું વન્ય પ્રાટ છતાં યુવાનની માફક ઉ. સાહી જણાતું હતું. એ સૃષ્ટિ સાદર્યતાનું અવલોકન કરતાં તે પરમાનંદમાં મગ્ન થયેલ હોય તેમ જણાતો હતો. આવા આનંદી વખતમાં એક યુવાન પુકાર આગળ આવી ઉભા ર. દ્વારપાળે તેને અટકાવ્યો, એ વખતે ઝરૂખામાં રહેલા રાજની દૃષ્ટિ તેના ઉપર પડી. રાજ વિચાર કરવા લાગ્યો કે “અત્યારે સંધ્યાવેળાએ, મારી મુલાકાતે આવનારને અવશ્ય મહાન પ્રોજન હોવું જોઈએ. રાજાએ દ. રેક માણસનાં દુઃખ ગમે તે પ્રસંગે પણ સાંભળવાં જોઈએ; અને ગમે તેવે પ્રધાને પ્રજાને દુ:ખથી મુકત કરવી જોઇએ ઘણું ખરા અધિકારીઓ પ્રજાના દુઃખની ઉપેક્ષા કરે છે. નિયમિત વખત સિવાય તેની મુલાકાતે લેતા નથી કે તેના બે સાંભળતા નહી, અને પ્રજાને નુકસાની માં ઉતરવા દે છે. આ પ્રમાણે પ્રજાની તત્કાળ દાદ નહિ સાંભળનારા રાવળ કે અધિકારીઓ રાજા કે અધિકારને લાયક જ નથી. મારે મારી પ્રજાની ફરીયાદ ગમે તે વખતે સાંભળવી જ જોઈએ, અને બનતે પ્રયને સુખી કરવી જ જોઈએ. પ્રજા સુખી તે રાજા સુખી થાય છે, નહિતર પ્રજાના કળકળતા શ્રાપ રાજને નિવેશ કરી ન ની અસહ્ય યાતનામાં નાખે છે”. ઇયાદિ વિચાર કરી રાજાએ તકાળ તો આપને પિતાની પાસે બોલાવવા દ્વારપાળને આજ્ઞા કરી. દ્વારપાળ તેને અંદર તેડી લાવ્યા. તે યુવાન પુરૂષે અંદર આવી, રાજાને નમસ્કાર કરી, ચરણ આગળ ભેંટણું મુક્યું. કેટલીક વાર એકાંતમાં વાતચીત કરી શાંત ચિત્તે તે પાછો ફર્યો. તે યુવાન પુરૂષના ગયા પછી મહારાજ વીરવળના મુખ ઉપર અને કસ્માત ગ્લાનિ આવી ગઈ હસતું વદન શોકમાં દુબી ગયું. મુખપર ચળકતું રાજતેજ નિતેજ થઈ ગયું. તેના દરેક રોમમાં ચિંતા વ્યાપી ગઈ; ઉડા અને ઉષ્ણુ નિઃશ્વાસ મુખમાંથી નીકળવા લાગ્યા. ટુંકાણમાં કહીએ રાજ નિશ્ચની માફક સ્તબ્ધ થઈ ગયો. એ અવસરે રાણી ચંપકમાળા અને કનકાવતી રાજાની પાસે આવી ઉભી, પણ ધ્યાનમગ્ન ગીની માફક, ચિંતામાં એકાગ્ર થયેલા રાજાએ તેમને બીલકુલ બોલાવી નહિ. પોતાના પ્રિય પતિ તરફથી આજે નિત્યની માફક કાંઈ પણ આદર માન ન મળવાથી તેઓ ગભરાઈ ગઈ. તેનું ચિ- Dધુ વિચારવા લાગી કે, આ સ્વા! ની અમારા
SR No.522017
Book TitleBuddhiprabha 1910 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy