________________
રીને નામ પ્રમાણે તેમનામાં ગુણે છે, છતાં સહોદર હોવાથી આપસમાં પ્રીતિવાળા છે. લેહ વિગેરે વ્યાપારના વ્યવસાયથી ધન ઉપાર્જન કરતાં સુખમાં દિવસો પસાર કરે છે. કાળક્રમે લેભાકરને ગુણવર્મા નામને પુત્ર થયો; પણ અનેક સ્ત્રીઓનું પાણિ ગ્રહણ કરવા છતાં લેભનંદીને કાંઈ પણ સંતતિ થઈ નથી. ખરેખર પુત્ર, પુત્રીઆદિ સંતતિરૂપ ફળો પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કમબીજાનુસાર મળી શકે છે.
એક દિવસ બંને ભાઈ દુકાન ઉપર બેઠા હતા, તે અરસામાં કોઈ દિવસ નહિ દેખાયેલે, સુંદર આકૃતિવાળે, એક યુવાન પર કરતા કરતો ત્યાં આવ્યું. સંસાર વ્યવહારમાં તેમજ વિશે વણિકકળામાં પ્રવીણ આ વણકોએ, આકૃતિ ઉપરથી તેને શ્રીમંત જાણીને આસનાદિ પ્રદાનવો તેની સારી ભક્તિ કરી. “ખરી વાત છે, કે નિવાર્થ પ્રીતિ કે ભક્તિ કરનાર વીર પુરુષો આ પૃથ્વી ઉપર વીરલા જ હોય છે.'
કેટલેક દિવસે તે વણિકની કૃત્રિમ પ્રીતિ, ભક્તિથી વિશ્વાસ પામેલા આ યુવાન પુરૂષે પોતાની પાસે રહેલું એક તુંબઈ થોડા દિવસ રક્ષણ કરવા માટે તેમને સયું અને પાકે. બહાર ગામ ગયો. તેઓએ તુંબડાને દુકાનની અંદર ઉંચે બાંધી મૂક્યું. તાપની ગરમીથી પીંગળેલાં રસનાં ટીપાં એ, તે તુંબડામાંથી ગળી ગળીને નીચે પડેલા લોઢાના ઢગલા ઉપર પડ્યાં. તે હવેધક રસ હોવાથી, તમામ લોઢાનો ઢગલો સુવર્ણમય થઈ ગયો. તે જોતાંજ આ સિદ્ધરસ છે એમ નિશ્ચય કરી તે લાભાંધ વણિકોએ રસ સ. હિત તુંબડાંને કોઈ ગુપ્ત સ્થળે ગેપવી રાખ્યું.
કેટલાએક દિવસ પછી તે યુવાન પુરૂષ પાછો ચંદ્રાવતીમાં આ અને તે વણિકે પાસે પિતાનું તુંબઈ પાછું માંગ્યું.
માયાવી વણિકોએ જવાબ આપો કે ઉંદરોએ દેરી કાપી નાખવાથી તુંબ નીચે પડી રહી ગયું ને રસ ઢોળાઈ ગયો ! આ પ્રમાણે જવાબ આપી અન્ય તુંબડાના કટકા તેને દેખાડ્યા.
અન્ય તું બડાના કટકા જેઈ યુવાન પર વિચારમાં પડી તુંબડામાં હવેધક રસ છે એ વાત કોઈપણ પ્રકારે આ વણિકોએ જાગી છે અને તેથી લાભાંધ થઈ મારા તુંબડાને છુપાવે છે.
યુવાન પુરૂષ વણિકોને જણાવ્યું “શેઠ મારું તું મને પાછું આપ, આ કટકા તે તુંબડાના નથીજ. કપટથી જુઠા ઉત્તર ન આપો. તમે ન્યાયવાનું છે. મેં વિશ્વાસી થઈને તમને તુંબઈ સયું છે. જે પાછું નહિં આપ તે મહાન અનર્થ થશે હું કોઈ પણ રીતે તેનો બદલો લીધા વિના