________________
श्लोक
भीरो राकुलचित्तस्य दुःस्थितस्य परस्त्रियाम्
रतिर्नयुज्यते कर्तु मुपशूनं पशोरिव ।।
પરસ્ત્રીની સાથે પ્રેમરતિ કરવી તે યોગ્ય નથી કારણ કે તેથી તેના પતિ અને રાજાની બીક લાગે છે. આ મને જોઇ ગયે. આ મહિને જાણશે ઈત્યાદિક ભયથી ચિત્ત આકુલ વ્યાકુલ થાય છે. વલી તે કાર્ય માટે અપવિત્ર સ્થાનમાં રાખ્યા આસન વિના સુવું બેસવું પડે છે અને તેથી કૂતરાની નજીકમાં વધ કરવા લાયક પશુ સરખે થાય છે. હવે વિશેવતઃ પરસ્ત્રી ગમનનું નિવારણ કરવા માટે કહે છે.
श्लोक प्राणसंदेह जननं परमं वैरकारणं
लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ १॥
પ્રાણના સંદેહને ઉત્પન્ન કરનાર અને પરમ ધિરનું કારણ તેમજ આ લોક અને પરલોક વિરૂદ્ધ એવું પરસ્ત્રીગમન પરિહરવું જોઈએ. પરસ્ત્રીગમન ઉભય લેક દુઃખ કારક છે. તે જણાવે છે.
सर्वस्वहरणं बंधं शरीरावयवीछदां मृतश्चनरकं घोरं लभते पारदारिकः ॥१॥
આ લાકમાં પરસ્ત્રી વનારના ધનને નાશ થાય છે. અને પકડાય છે તે વધ બંધ કેદખાનું વગેરે દુઃખકારક સ્થિતિ પ્રાપ્ત થાય છે. શરીરના નાક કાન વગેરે અંગાને છેદ થાય છે. અને મૃત્યુબાદ પરકમાં નરકમાં અવતાર લેવો પડે છે. કેટલાક વેસ્થામાં આસક્ત થાય છે તેમને ઉપદેશ આપે છે.
ઋા . मनस्यन्यद्वचस्यन्यत् क्रियाया मन्यदेव हि यासां साधारणस्त्रीणां ताः कथं सुखहेतवः ॥ १ ॥ જેણુઓના મનમાં અન્યપુરૂષ-વચનમાં અન્ય-તથા શરીરની ચેષ્ટાઓમાં પણ અન્ય પુરૂષ હોય છે એવી વસ્યાઓ સુખના હેતુભૂત શી રીતે થઈ શકે, અલબત થઈ શકે નહીં. વેશ્યાઓના મુખની અસારતા જણાવે છે.