SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમાન સંબંધ ન કહેવાય કેમકે કન્યા પોતાના પિતાનું મોટું આશ્વર્ય દેખીન અલ્પ વૈભવવાળા પોતાના પતિની અવગણના કરે. વળી જે વરના પિતાને ત્યાં માટે વૈભવ હોય તો તે પણ ગરીબની કન્યાની અવગણના કરે. કારણ ક ગરીબ કન્યાના પિતાને વિભવની ખામીને લીધે તેની પછવાડે થોડી સહાય હોય છે. આવી રીતે સરખા ભવ ન હોય તે દોષ આવે છે. વળી એક ગાત્રી સાથે વિવાહ કરવામાં પિતાના ગોત્રમાં ચાલતે નાના મોટાને વ્યવહાર લેપાય છે કારણ કે અવસ્થા તથા વૈભવ કરીને મોટી એ પણ કન્યાનો પિતા કનિટ જમાઈના પિતાથી નીચો ગણાય છે. અર્થાત જેટ હોવા છતાં કન્યા આપવાથી કનિષ્ટ પંક્તિમાં ગણાય છે અને આ પ્રમાણે ગોત્રીઓને વિષે પ્રથમ પ્રવર્તેલા નિયમનો ભંગ થવાથી મોટા અનર્થની પ્રવૃત્તિ થાય છે. વળી ઉપર કાચા ઉપરાંત ઘણું પુરવાની સાથે જેમને વિરોધ છે એવા પુરૂવા સાથે પણ વિવાહ કરવા નહી. કારણ કે તેમ કરવાથી બીજા અપરાધી પણ વિધી પુરૂષના સંબંધમાં આવવાથી મારા વિરોધનું પાત્ર થાય છે. જેથી કરી આ લોક તથા પરલોકમાં લાભ થતો નથી. વળી સર્વ સુખ સં. પત્તિઓ અવિરોધ સંબંધથી ઉત્પન્ન થાય છે. માટે જેનું સમાન કુળ તથા સમાન શિલાદિક હાય તથા એક ગેત્ર ન હોય તથા જે ધણને વિરોધી ન હોય તે સાથે વિવાહ સંબંધ કરવા એ રહસ્ય છે. આ જગ્યાએ લોકિક ની. તિશાસ્ત્ર આ પ્રકારનું છે. બાર વરસની કન્યા અને સોળ વરસને વર એ બને વિવાહ કરવો યોગ્ય છે. જેની જ્ઞાતિમાં પરણવાને વિધી જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે જે પરણે છે તે કુલવાન કહેવાય છે અને તેથી જે ઉલટું કરે છે તે અકુલવાન કહેવાય છે. હવે વિવાહનું લક્ષણ કહે છે. અગ્નિ તથા દેવતા (દેવ) પ્રમુખ સાક્ષી રાખીને જે પાણીગ્રહણ કરવું એટલે વર કન્યાનો હાથે હાથ મીલાવ એનું નામ વિવાહ કહીએ તે વિવાહ આઠ પ્રકારનો છે ૧ જે વિવાહમાં અલંકાર યુકત કરેલી કન્યા વરને આપીએ અને વળી કન્યાને એવું કહે કે તું આ મહાન ભાગ્યશાળી પુરૂષની સમાન ધર્મ માં ચાલનારી એટલે તેની આજ્ઞામાં ચાલનારી થજે. એ પ્રમાણે જે વિવાહ કરવા તે બ્રાજ્યવિવાહ કહીએ. છે પિતાના ઘરના વભવને ઉચિત વરને કન્યા પ્રદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહીએ. ૩ ગાયનું જેટલું આપીને જે કન્યાનું આપવું તે અર્થે વિવાહ કહીએ. જ યજ્ઞના કરનારને યજ્ઞ (દેવપુજનાદિ ) કરવાના અર્થ (શ્રી વિના યજ્ઞ
SR No.522015
Book TitleBuddhiprabha 1910 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy