________________
હમણું છું તેજ હું પૂર્વે આ જન્મના પહેલાં પણ હતો, અને તેથી આ દેહથી ભિન્ન આત્માની પ્રતીતિ થશે અને તેથી વિષયો વગેરેથી અને દેહ પરથી મમત્વ ધટશે અને તેમ છતાં રાગદમ ઓછા થશે અને તેવી રીતે પરંપરાએ વૈરાગ્ય પ્રાપ્ત થઈ યમનિયમનું પાલન થતા સમાધિ પર્યન્ત પહેચાશે અને તેમ થતાં પુર્વ જન્મનું જ્ઞાન સહજ થશે. ગમે તે માણસ આવું મનન કરવાને લાયક નથી. જે ભગવાનનું, ધર્મનું, અને સંઘનું શરણું લઈ સંસાર કરવાની ઇચ્છા રાખનાર હોય, તેનેજ આ શિક્ષા ઉપયોગની છે. આમાં વિષય સુખને જળાંજલિ આપવી જોઈએ અને તેમ ન થાય તે પૂર્વ જન્મનું તો શું પણ વિષય વિકારી વૃત્તિવાળાને આ જન્મનું પણ યથાર્થ નાન થશે નહિં. આવી રીતે વિચાર કરનારે આ જન્મના બનાવો સ્વવત જાણવા જોઇએ, અને જેમ સ્વ'નાને પદાર્થ દેખાય નહિ અને અલ્પ સમય અનુભવાઈને નાશ પામે છે તેમ પોતાની આ જન્મની છે. દગીના બનાવને ગણવા અને જેમ મક લેન્ટર્નમાં બીજા બધા દીવા એલવી એકજ દી રાખી જેવાથી વસ્તુઓ પોતાની મેળે હાલતી ચાલતી કામ કરતી દેખાય છે તેમ બીજી વૃત્તિઓને બંધ કરી પૂર્વ જન્મનીજ રમૂતિની વૃત્તિને કાયમ રાખી ધ્યાન કરનારને પિતાના પૂર્વ જન્મની સ્મૃતિ થાય છે, પૂર્વ જન્મમાં કઈ જગ્યાએ પોતે હતો તથા પોતાનું નામ શું હતું તે સૌથી પહેલાં જણાશે માટે શરૂઆતના અભ્યાસીએ પ્રથમ તેનું વિશેષ મનન કરવું, અને ત્યારે પછી ધ્યાનમાં બીજી વખતના કેટલાક ખડેભાગો જણાતા જશે અને એ પ્રમાણે ક્રમે ક્રમે વિશેષ જણાશે, પણ આ પ્રયોગ કરતી વખતે પ્રવેગ કરનારે સખત રીતે ધર્માના પ્રમાણે વર્તવું જોઈએ અને જો તેમ કરશે તો આટલું જ જ્ઞાન થશે એમ નહિ પણ તે સમાધિ દશામાં વારંવાર પ્રવેશ કરે તો તેને જણાઈ આવશે કે વ અથવા આત્માનું ખરેખરૂ નિવાસસ્થાન કારમણ શરીરમાં છે અને કારમણ શરીરમાં થતા ફેરફાર મુજબ તે વારંવાર જન્મ ધારણ કરે છે. જેને પૂર્વ જન્મની સ્મૃતિ થાય એવા જ પ્રકાર મનુબેના થઈ શકે અન્ય લિંગના સાધુઓ, સામાન્ય સાધુઓ, માટા સાધુઓ, આચાર્યો, પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ (ભગવાન) તીર્થકર; હવે પૂર્વ જન્મની સ્મૃતિ લાવનારે પ્રથમ સવારમાં નાસ્તો કર્યા પછી વિચારવા બેસવું (આ ઠેકાણે બુદ્ધના સાધુઓને દાખલે છે તે દરેકે પિતપતાને લગાડવો) પ્રથમ ચાર વાર ધ્યાન કરી ચિત્તની સ્વસ્થતા ( સમાધિ કર્યા પછી ચોથી સમાધિમાંથી ઉઠતા પુનર્જન્મની સ્મૃતિ લાવવાનું ધ્યાન કરવું, તે આ પ્રમાણે --