SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ there is hope”. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આશા પણ છે. બવહારના કેઈપણ કામમાં નિરાશ ન થવાનો બોધ કરવામાં આવે છે. વ્યવહારિક દષ્ટિએ આશા-ઉત્સાહની જરૂર છે, ગોલ્ડરિમથ કવિ કહે છે કે - Hope like the gleaming taper's light, Adorna and cheers the way; And still as darker grows the night, Enrits a brigliter ray.” આશા ચળકતા દીપકના પ્રકાશની માફક માર્ગને આનંદી અને શેભાયમાન બનાવે છે, અને જેમ જેમ રાત્રીને અંધકાર વધતો જાય છે તેમ તેમ તે પ્રકાશિત કિરણે નાંખે છે.” આ સ્થળે આશા શબ્દથી ઉદ્ભવતો લાક્ષણિક અર્થ ઉસાહ થાય છે. મનુષ્ય ઉત્સાહના અભાવે નાહિમ્મત થઈ કાંઈ કાર્ય કરી શકતા નથી. આ હેતુથીજ ગેમિથ નામના કવિએ તેને દીપકની ઉપમા આપી છે. જે વિપત્તિઓમાં પણ તેને ઉત્સાહરૂપી પ્રકાશ વડે આગળ દોરે છે, ગમે તેવા સંકટોમાં પણ મનુષ્ય આશામાં વિશ્વાસ રાખે છે. તે કદી નાહિમન ધ નથી, ગામિથ કવિ કહે છે કે:--- • The wretch condemned with life to part, Still, still on hope relies; And every pany that rends the heart, , Bida expectation: rise.' દેહાંતદંડની શિક્ષા પામેલા મનમાં પણ આશામાં શ્રદ્ધા રાખે છે. અને હદયભેદક દરેક સંતાપમાં પણ તેની આશા વધાય જાય છે. આ પ્રમાણે જોતાં નિરાશા અને નાસીપાસના દરેક અંગોમાં આશા એ હિમ્મતનું અને ૌનું સાધન છે. તેના અભાવે મનુષ્ય ધીરજ રાખી સંકટ સહન કરી શકતો નથી. ભવિષ્યકાળમાં સુખ મળવવાની ઈછા તેનાં વર્તમાન કાળના દુઃબાની અસર ઓછી કરે છે, અને તેથી જ તે આશામાં શ્રદ્ધા રાખી વર્તમાન સમયે સહનશીલ રહેતાં શીખે છે. આ પ્રમાણે આશા–ઉત્સાહ મનને ધીરજ અને હિમ્મત પૂરાં પાડે છે. જો આપણે આશાને વાચિક અર્થમાં વિચારીએ તો ઈછા વા રદ્ધાને મળતા અથેનો તેનાથી બંધ થાય છે. પછી એક પ્રકારની મનોવૃત્તિથી પ્રેરાય છે, એ મનેત્તિ બુદ્ધિ-વિવેકબળના પ્રમાણમાં ઈચ્છાપર અંકુશ ધરાવે છે, અને તેને શ્રેયસી–આમિક કલ્યાણના અગર પ્રે. ધન-સ્થૂલ વ્યવહારના માર્ગ પર કરે છે. વિવેક મનોની ઇચ્છા વિવેકપી
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy