________________
જુદા જુદા માનસિક વિકારો અને જુદી જુદી ઇન્દ્રિયોને તાબે થતા પુરૂષ આપણી નજરે પડે છે. તેઓ ગુલામ નહિ તે બીજા કોણ ? બહારથી
સ્વતંત્ર જણાવા છતાં તેઓ પરતંત્ર છે. જેઓ ખરી રીતે પ્રેમ અને સત્યના ઉપાસક છે, જેઓ પોતાના કર્તવ્યમાં ટેકીલા છે, તેઓ ખરેખર સ્વતંત્ર છે. જેઓ નિઃસ્વાર્થ વૃત્તિથી પોતાના કર્તવ્યમાં મચા રહે છે, તેઓની ઉન્નતિને ખારના સંજોગો હેરાન કરી શકવા સમર્થ થતા નથી. જહેન બ્રાઇટ નામના પ્રખ્યાત ઇતિહાસકાર અને એક વખતન પાર્લામેન્ટને પ્રધાન પિતાની જાહેર જીંદગીની સમાપ્તિ વખતે ભાપણ કરતાં બોલ્યા હતા કે –
“ જ્યારે હું જુવાન મનુષ્ય હતા, જ્યારે હું તદ્દન જુવાન હતો ત્યારે મેં વિચાર કર્યો હતો કે હું જ્યારે મારી વયને થાઉં ત્યારે મારી મરજી પ્રમાણે હું ચાલીશ-ડું સ્વતંત્ર થઇશ; તેને બદલે હવે મને લાગે છે કે દરેક વર્ષે હું કર્તવ્યને વધારે ને વધારે ગુલામ બનતો જાઉં છું અને તે કતવ્યની સેવા બજાવવામાંજ હું સંપૂર્ણ સ્વતંત્રતા અને આનંદ અનુભવું છું ?” આપણે પણ આ મહાન પુરના વન ઉપરથી બાધ ગ્રહણ કરી, પ્રેમ, કર્તવ્ય. સત્ય અને દયાની ધુંસરી આપણે શિર મુકવી જોઈએ. એ ધુંસરી તે ગુલામગીરી નથી પણ સ્વતંત્રતાની ઉચ્ચ પુષ્પમાળા છે. માટે જે આપણે આત્માને ખરી ગુલામગીરીમાંથી છુટા કરવા ઈચ્છા રાખતા હોઈએ તો આપણા ઉદયની અંદર ઉત્પન્ન થતા દુષ્ટ અને દુર્જય મનોવિકારોની સામે પ્રેમ, કર્તવ્ય, સત્ય અને દયાના વિવિધ આયુધ વડે બહાદુરાઈથી હુડવું જોઈએ. જે આ યુદ્ધમાં આ મારા અંતર કલહમાં વિજય મેળવે છે, તે ત્રણ ભુવનને જીતનાર રાજાતુલ્ય છે. તે જ ખરા તંત્ર છે. તેનો આમાજ ખરેખર ગુલામગીરીના બંધનથી મુક્ત છે. તેવી ખરી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરો એજ મનુષ્યના જીવનનો ઉદેશ હવે જોઈએ, અને એવો ઉદેશ વાચકન્દને સમજાય, તેમાંજ આ લેખની સાર્થકતા છે.
આશા (તૃષ્ણ).
સંસારત્યાગી મહાત્માઓ સિવાય આ જગતમાં સર્વે મનુ આશાના પાસમાં બંધાએલા છે. અખિલ જગતમાં આશા એવી પ્રેરક છે કે તેના પ્રોત્સાહન વિના જગતના સર્વે મનુ કાર્યક્રમની કોઈપણ શ્રેણમાં જોડાઈ શકે નહિ. ગ્રેજીમાં એક એવી કહેવત છે કે –“ While there is life