________________
અંકુશ નીચે રહે છે અને તેની દરેક યા તેને અનુસરીને થાય છે. પરંતુ અવિવેક મનુષ્યની ઇછા વા ક્રિયાશક્તિ વિવેકરૂપ અંકુશ નીચે ન રહેવાથી સ્વતંત્ર થઇ નિર્બળ બને છે, એટલું જ નહિ પણ અયોગ્ય રીતે ખીલવાથી ભયંકર યઈ પડે છે. આશા આ ઇચ્છાશક્તિના પરિણામરૂપ છે. તે સુખ કે દુઃખની લાગણીને અનુસરીને ઉદભવે છે. જે સુખ કે દુઃખ આ દુનિમાં વસ્તુતઃ હેતજ નહિ તે કોઇપણ પ્રકારની ઈચ્છા મનુયને થાત નહિ.
સુખ દુઃખના બાધ (સમજણ) મનુષ્યને તેની બુદ્ધિ-વિવેકના પ્રમાણમાં થાય છે. સર્વે મનોનું સુખ કાંઈ એકની એક બાબતમાં સમાચેલું હોતું નથી. અમુક મનુષ્ય જ્યારે અમુક બાબતમાં સુખ માને છે ત્યારે અમુક અમુક, બાબતમાં સુખ માને છે. કોઈ અહિક તો કોઇ આમુમક સુખ મેળવવાનું અને કઈ મિક્ષ સુધીનાં સુખે મેળવવાને આતુર હોય છે. પરંતુ આ સુખની ઇચ્છા વિવેકને અવલંબીને ઉદ્દભવે છે, માટે વિવેક દરેક પ્રકારની આશા વા ના ઉત્તરોત્તર કમમાં સાધનભૂત છે. વિવેકવિનાની આશા કનિટ ગણાય છે અને તે વૃદ્ધિ પામતાં વ્યવહારમાં પણ અતિશય હાનિકારક થઈ પડે છે. વિવેક બે પ્રકારના છે. લોકિક વિવેક અને લોકોત્તર વિવેક. વ્યવહારમાં વાકિક વિવકની જરૂર છે. તેની ખામીના લીધે મનુય ગાંડી આશા બાંધી ગાય છે. ઘણે પ્રસંગે પોતાની સ્થિતિ, સંગે, બળ આદિનો વિચાર કર્યા સિવાય મનુષ્ય કેવળ કાલ્પનિક આશા વડેજ અમુક વસ્તુ પ્રાપ્ત થવી ધારે છે. અને તમાં નિફળ થતાં તેને સંતાપ થાય છે. આનું કારણ લોકિક વિવેકની ખામજ દેખાય છે. જ્યારે લૌકિક વિવેકની આટલી જરૂર છે તે લોકોત્તર વિ. વેકની જરૂર રવત: સિદ્ધ થાય છે. એ વિવેક વિના મન થ સંતવૃત્તિ ધારણ કરી શકતા નથી અને શાનિનું સુખ અનુભવી શકતો નથી. તેના ચિત્તની ચંચળતા શાન્ત પડતી નથી. તે નિશદિન પ્રવૃત્તિમાં એ રહે છે તેથી આ ત્મિક આનંદ અને ચિત્તની થિરતાનો આહલાદ અનુભવી રાકતો નથી. આથી જ લોકોત્તર વિવેક જે પાક અને મન પર્વતને સુખ મેળવવામાં સાધનમૂન છે તેની અતીવ અગત્ય છે.
લાકિક વિવેક કદાચ રૂઢીપ્રયોગથી વિના પ્રયાસે આવે, પણ લોકોત્તર વિવેક ૫ત્ન વિના આપણને પ્રાપ્ત થતી નથી. પ્રસ્તુત વિવેક વિનાની આશા
જ્યારે વૃદ્ધિગત થાય છે ત્યારે તૃણું કહેવાય છે. આ તૃણાવડે હૃદયની શાન્તિ નાશ પામે છે. આશાવાનું મન નિશદિન સાર્થ માટે ચિંતાતુર