________________
૪૯
જેનધાર્મિકજ્ઞાન, જ્ઞાનથી થતા ફાયદા,
જ્ઞાનનું માહાભ્ય.
લેખક--(શા, ડાહ્યાભાઇ ઇશ્વરદાસ, મુંબઈ)
( અંક દશામાના પાને ૩૧૪ થી અનુસંધાન)
વિવાથી થતા ફાયદા.
ખાવું, નિા લેવી, ભય રાખવો, અને મૈથુન કરવું એ ચાર બાબત જેમ મનુષ્ય કરે છે, તેમ પશુ પણ કરે છે. પરંતુ મનુબૅને જ્ઞાન છે અને પશુઓને નથી ફક્ત માણસ અને પશુમાં એટલો જ તફાવત છે. આમ છેવાથી જે માણસમાં જ્ઞાન ન હોય તેને પશુ તુલ્ય સમજો. આ વાત કાંઈ પ્રમાણોથી સિદ્ધ કરી બતાવવાની જરૂર રહેતી નથી. મનુષ્યનું જ્ઞાન કેટલેક અંશે મારા ધારવા મુજબ રબર સરખુ છે. રબર જેવાથી તે બીજ પદાર્થની માફક જ માલુમ પંડે છે પણ તેને ખેંચતા વાર લાંબુ થાય છે એવી જ રીતે માણસ અને પશુઓ જન્મતી વખતે સરખાં જ હોય છે તો પણ માણસ નાની થઇ શકે છે પણ પશુમાં જ્ઞાની થવાની યોગ્યતા કે શક્તિ હોતી નથી આમ હેવાથી હાથી સરખું બળવાન પ્રાણી માણસના કબજામાં રહી શકે છે. જ્ઞાન કેટલેક અંશે રબર સરખું છે એમ કહેવાનું કારણ એટલું જ કે રબરને દાખલો કાંઈ સર્વ અંશે જ્ઞાનને લાગુ પડી શકતો નથી. કારણ કે જે તેને પ્રમાણ કરતાં વધારે ખેંચવામાં આવે તો તે તુટી જાય છે. પરંતુ જ્ઞાનરૂપી રબરને જોઈએ તેટલુ લંબાવીએ એટલું વધારી શકાય છે. જ્ઞાન અનંત છે. મહાન પ્રતાપી ગુરૂ મહારાજે તેમજ પવિત્ર પુસ્તકો એજ જ્ઞાન મેળવવાનાં મુખ્ય સાધન છે. તથાપિ તે ઉપર આધાર રાખી રહેવું નહીં જોઈએ જે પુસ્તક ઉપરથી કે જે ગુરૂ વડે આપણે જ્ઞાન મેળવીએ છીએ તે પુસ્તક કત્તાં અને તે ગુરૂએ જે જ્ઞાન મેળવ્યું હશે તે જ્ઞાન કાંઈ જન્મથી જ તેઓએ મેળવ્યું નહીં હોય એ વાત લક્ષમાં રાખવાની છે, તેઓએ અડે રાત્રી શ્રમ કરીને પોતાનું જ્ઞાન વધારેલું છેવું જોઈએ તેમાં કશે પણ શક સ્થી. આપણે પણ તેવી જ રીતે