________________
અહે રાત્રી શ્રમ કરીને જ્ઞાન વધારવું જોઈએ. આ સૃષ્ટિ સન્દર્યનું સ્વરૂપ સમજવાને આપણે આપણું જ્ઞાન વધારવું જોઈએ. પિતાનું જ્ઞાન પોતાના વર્તનમાં જે બતાવી શકે નહીં તેનું જ્ઞાન શા ઉપયોગનું ? કુદરતે જ્ઞાન પ્રાપ્તને રસ્તે આપણને સુલભ કરી આપે છે, પરંતુ તે મૂર્ખ માણસને માટે દુર્લભ છે. જેટલું શીખવવામાં આવે તેટલું જ્ઞાન વધે છે, અને નવું નવું જોવા જાણવાથી તથા શખવવાથી બુદ્ધિ વિશાળ થાય છે. ગમે તેટલું જ્ઞાન મેળવવા છતાં તે જ્ઞાન અભિમાનથી વ્યર્થ જાય છે. સર્વ સંપત્તિ કરતાં જ્ઞાન સંપત્તિ ઘણીજ અમુલ્ય છે. બીજી સંપત્તિને ચેર ચેરી લઈ જાય છે અને તે નાશ પામે છે પણ જ્ઞાન સંપત્તિને ચાર ચારી જ નથી તેમજ તેનો નાશ કદી પણ થતો નથી. એક કાણે એક તક છે તે નીચે મુજબ
विद्या नाम नरस्य रुपमधिकं प्रउन्नएप्तं धनं विद्या भोगकरी यशः सुखकरीः विद्या गुरूणां गुरुः विद्या बंधुननो विदेशगमने, विद्या परा देवता विद्या राजमु पूजिता नतु धनं, विद्याविहीनः पशुः
અથ–-વિદ્યા એ મનુષ્યનું અધિક ૩૫ કરતાં પણ ગુપ્ત ધન છે, વિદ્યા અનેક પ્રકારના ભેગ, યશ, અને સુખ કરનારી છે એટલું જ નહી પરંતુ ગુરૂનો ગુરૂ છે. વિદ્યા એ પરદેશમાં બંધુ (ભાઈ) સમાન છે અને દેવતાઓથી પણ અધિક છે. વિદ્વાન ધનવાન કરતાં પણ આખા જગતમાં ઉત્તમ ગણાય છે. પરંતુ વિદ્યા વગરનો પુરૂષ પશુ સમાન છે માટે જ્ઞાન સંપત્તિમાં એક એવી જાતનો અદભુત ચમકાર રહેલો છે કે તેને જેમ જેમ આપણે ખરચીએ તેમ તેમ તે વધતી જાય છે બીજી સંપત્તિમાં ભાઈ કે પુત્ર ભાગ પડાવી શકે છે પણ જ્ઞાન રૂપી સંપત્તિમાં કઈ ભાગ પણ પડાવી શકતું નથી સર્વ વિથો કરતાં જ્ઞાન ઘણુંજ ઉત્તમ છે, અને જ્ઞાન વગર મોક્ષને માર્ગ પ્રાપ્ત કરી શકાતો નથી. જગતમાં અગ્યતા વિનાના માણસો યોગ્ય મનાય છે. એ આ દુનિયાનું મોટું અજ્ઞાન છે. કિંવા લોકોનું એ મોટું ભૂખંત છે. અજ્ઞાનથી ભય અને અતિ પ્રીતિ ઉત્પન્ન થાય છે. જેઓ જ્ઞાની હેય છે તેમાં ભય અને પ્રતિ ઉત્પન્ન થવા પામતી નથી. માટે દુનિયા અન્ના