________________
૩૪૮
તથા વિચાર, સરકારી નીશાળોપયોગી પુરતમાં આવતો હોય તે તેને માટે બની શકે એવો ફેરફાર કરવાને માટે કેળવણી ખાતાના ઉપરીઓને સુચના તથા વિનતિ કરવી અને તે ઇનાં યોગ્ય ફેરફાર થઈ ન શકે તે પિતાને ધર્મને અનુકુળ પડે એવાં પુસ્તકા તયાર કરાવી પોતાના બાળકોમાં તેનો ફેલાવો કરે તો તે પણ યોગ્ય કહેવાય નહિ. વ્યવહારિક શાળાપયોગી પુસ્તકોને માટે અનેક વિચારે આપણું મગજમાં આવે અને તેથી વ્યવહારિક શાળોપયોગી પુસ્તકે આપણી કામને અનુકુળ આવે એવા કાઢીએ તે તેમાં જે કે આપણી મના મનથી સંમતિ આપે પણ સરકારી અમલદારે તેવાં પુસ્તક ઉપર મીઠી નજરથી જુવે કે નહિ મેટા સવાલ છે પણ એ તો નિઃસંશય વાત છે કે આપણે ધાર્મિક કેળવણી આપવા માટે જુદીજ ગ્રંથમાળા તૈયાર કરીએ તો તેમાં કોઈ પણ તરફનો બાધ આવે એમ લાગતું નથી. આવા પુસ્તક આપણી જૈનશાળામાં ચલાવી છે તેથી ધર્મનું જ્ઞાન આપણી કોમમાં વૃદ્ધિ પામશે અને અજ્ઞાન લાકથી દાખલ થયેલા કેટલાક હસવા લાથક રીવાજ તેમજ કેટલીક ધર્મની ક્રિયાઓમાં સારો સુધારો થવા સંભવ છે. જૈનશાળાઓમાં કેવા શિક્ષક જોઈએ તે પણ એક મોટા અગત્યનો સ. વાલ છે. હાલમાં આપણી ઘણું ખરી જૈનશાળાઓમાં ખ્ય શિક્ષકની ખામીને લીધે ઘણી જાતની ગેરવ્યવસ્થા જોવામાં આવે છે. સારા પગારથી વિદ્વાન અને આબરૂદાર શિાંકા આપણી શાળાઓમાં નીમાય તે આપણું બાળકોમાં ધર્મને ધણેજ સારો પાયો નંખાય અને ભવિષ્યમાં આપણી કામમાંથી અનીતિ અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને નીતિ અને જ્ઞાનનું અજવાળું દીપી ઉઠે. સરકારી શાળામાં વખત દીવસને હોય છે તેથી કરીને આપણી જૈનશાળાઓમાં કે જેમાં માત્ર ધાર્મિક જ્ઞાન અપાય તેને વખત સાંજે યા સવારે અનુકૂળ છે, પણ આપણી જે શાળાઓમાં વ્યવહારિક અને ધાર્મિક બંને જાતનું જ્ઞાન અપાય છે તેને વખત દિવસનો ઉચિત છે. પણ આપણી જૈનકન્યાશાળાઓનો વખત તે કઈ પણ રીતે રાત્રે હવે જોઈએ નહિ અને તેમના શિક્ષક બનતા સુધી સ્ત્રીવર્ગમાંથી પસંદ કરવા જઈએ અને શ્રી શિક્ષક કોઈ પણે પ્રકારે ન મળી શકે તે બનતા સુધી વૃદ્ધ શિક્ષક કન્યાશાળાઓમાં નીમાવા જોઈએ અને તે પણ બની ન શકે તો જે શિક્ષકો પોતાની સારી ચાલથી અને સારા સર્ટિફિકેટથી યશવી બન્યા હોય તેમને નીમવા જાઇએ. આ શિક્ષકોએ શુદ્ધ ઉચાર શરૂઆતથી જ અને ધીરજથી શીખવવા જોઈએ અને જે સો શિખવવામાં આવે તેનું સંપુર્ણ જ્ઞાન શિક્ષકોને છેવું જોઇએ.
ચલ.