SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ અને પોતાની ઉન્નતિ શી રીતે થવાની; માસ્તર થયા ગ્રેજ્યુએટ થયા પણું જૈન તવ જ્ઞાન ન મેળવ્યું તો તેવા માસ્તરેથી જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થવાની ? નવકારશીના લાડવા જમવા છે પણ જૈન ધર્મની શ્રદ્ધા તો મનમાં નથી, એવા પેટભરૂ જૈનાના જન્મથી પણ શું? જૈન તત્વનું જ્ઞાન તથા શ્રદ્ધા થવાથી જૈન ધર્મની ઉન્નતિ થાય છે. આત્માની ઉન્નતિ કરવી હોય તે પ્રથમ જૈન તત્ત્વનું જ્ઞાન કરવું જોઇએ. ગુરૂઓની પાસે જૈન તત્વનું જ્ઞાન કરવું જોઇએ. અવ્યમતવાળાઓ જેવા કે આર્ય સમાજીઓ વગેરે પિતાને ધર્મ વધારવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે ત્યારે સત્ય ધર્મના મુંડા તળે રહેનાર જેને બીલકૂલ જૈન ધર્મનું જ્ઞાન કરે નહિ અને જૈન ધર્મની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે નહીં તે ટલું શરમ ભરેલું છે ? પહેલાં જૈમિયો એમ બુમો પાડતા હતા કે જૈન ધર્મનાં પુસ્તક છપાવ્યાં નથી તેથી અમે શું વાંચીએ ? શું પુછીએ! પણ હવે જૈનોનાં પુસ્તક હજારો છપાવેલાં મળે છે છતાં પુછતાં માલુમ પડે છે કે કોઈ ભાગ્યેજ એક બે પુરતક વાંચીને સમજતા હશે. નાટક ચેટ કને પુસ્તક પ્રેમથી વાંચે છે. છે. હોટલમાં અભક્ષ્ય ભક્ષણ છે! કિંતુ ધર્મનું પુસ્તક ખરીદવા વાંચવા કંઈપણ જોઈએ તે પ્રમાણમાં વધારો થતો નથી. હવે કંઈ જૈન ધર્મ જે સમજે છે તેના મનમાં જતિ આવી છે તે પણ કડીના ઉભરાની પેઠે સમજાય છે. હાલમાં જેન તત્ત્વજ્ઞાન માટે જૈનશાળાઓ દ્વારા શિક્ષણ અપાય છે પણ તે આપનારા ગુરૂઓ નહિ હોવાથી તે માની જ્ઞાન બરાબર હદયમાં અસર કરી શકતું નથી. જો માસ્તર જૈન ધમ હોય છે તે કંઈ છેકરાએ જૈન ધર્મની શ્રદ્ધાવાળા થાય છે જેન કોન્ફરન્સ પણ જૈન ધર્મની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે પણ જોઈએ તેવી પ્રારંભ સ્થિતિ દેખાતી નથી. જૈન ધર્મની કોન્ફન્સ ભરવામાં આવે છે પણ જૈન તત્ત્વજ્ઞાન શું છે તે સંબંધી તે કંઈ કહેવાનું આવતું નથી, જૈન શ્રાવકે ભેગા થાય છે અને કહે છે કે અમે જૈન ધર્મના વાવટો ફરકાવીએ. તેમનો ઉત્સાહ સારા છે પણ પોતે જ ઉન્નતિના અજાણ હોવાથી અન્યની ઉન્નતિ શી રીતે કરી શકે ? પરમ પ્રભુ વીતરાગના નામની જય બોલાવી જ્યાં શ્રાવકે જૂતાં બૂટ પહેરી સંધ તરીકે કહેવાતી કોન્ફરન્સમાં પ્રારંભમાંજ અવિનયનું ઉદત પગલું દેખાડે તેઓ આગળ ઉપર શું કરી શકે? મિટાં મોટાં ખર્ચ કરવાં જય જિનેંન્દ્રના ઠેકાણે હીપ હીપ હુરેના પિોકારો પાડવા, રાત્રીમાં ચા પાર્ટીઓ કરવી, અને અન્ય ધર્મીઓને દેખાડવું કે જેનો ફક્ત ઉપરનાજ રાત્રીએ ન ખાવું એમ
SR No.522009
Book TitleBuddhiprabha 1909 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy