SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વાંચનારને ધણું મટે ભાગે સંસ્કૃત ભાષાથી અજાણ છે; એટલે ગુજરાતી ગ્રંથમાં અઘરા અને અજાણ્યા સંસ્કૃત વિગેરે શબ્દો દાખલ કરી જેઆ ગ્રંથ બહાર પાડે છે તેઓનો શ્રમ મારા વિચાર મુજબ સફળ થતા નથી. ગ્રંથની ભાષા સરળ ના હોય તે તેનો લાભ ઘણા લોકા લે શક્તા નથી. લોક વ્યવહારમાં વપરાતી ભાષામાં લખેલા ગ્રંથોનો ઘણે આદર થાય છે તે ઉઘાડી વાત છે. પાદરી લે પિતાને ધર્મજ્ઞાનનો ફેલા કરવા સરળ ગુજરાતીમાં ગ્રંથ રચીને બહાર પાડે છે તેથી તેમના હેતુ બર આવે છે. મારે એ અભિપ્રાય છે કે બનતા સુધી ગ્રંથ રચનામાં સાદા અને સહેલા શબ્દો વાપરવા, વાકય રચના ટુંકી રાખવી, અને ખપ જેગ અલંકાર વાપરવા, તેથી ખુબ ખુબી આવે છે. પરંતુ પર અને સ્વભાવાના અઘરા અને છેલતાં બહુ જોર આવે એવા દાનાં બનેલ લાંબાં વાકથી, અને ડગલે ડગલે અલંકાર વાપરવાથી, તેવી મઝા આવતી નથી. નીતિદર્પણ બનાવનાર, તેના પ્રસ્તાવનામાં એક ઠેકાણે આમ લખે છે-- “ આ પુસ્તકમાં ( નીતિ દર્પણમાં લખેલ વાયા નદન સાદી અને શેહેલી “ ભાષામાં લખવામાં આવેલ છે અટલે એક સાધારણ ભણેલા માણસ પણ સહેલાઇથી તે વાંચી તથા સમજી શકે છે. હૈડાજ વખત ઉપર સુરતના કલેક્ટર મિ. લેલી સાહેબે, ગુજરાતી ભાષા ગુજરાતીઓ બ, ગાડે છે, એ વિષે એક વિસ્તારથી અમદાવાદ મુકામે ભાષણ આયુ હતુ તેમાં તેઓ સાહેબે જણાવ્યું હતું કે ગુજરાતી જાણનારા પિતાની ભાષા કેણ જાણે કે અપ્રિયતાના સબબધી ક બીડી કાઈ કારણથી પરભાષાના શબ્દો દાખલ કરી એવી તે બગાડી મુકે છે કે જેમ કરવાની અમારી ગ્રેજી ભાષામાં સખત મનાદ' છે આ કહેવું તેઓ સાહેબનું કાંઈ ખાટું જ નથી કેમકે હાલના લેખકાની પદ્ધતિ છે. તે “ તેમાં પરભાષાના શબ્દ નહી આવ્યા હોય તેવી થોડીજ હશે.” આ પ્રમાણે પરદર્શન વાળાઓનું કહેવું છે. હવે આ સંબંધમાં આ પણ જૈનદર્શનમાં કાંઈ જાણવા જેવું બનેલું છે કે કેમ તેનો વિચાર કરીએ. પ્રબંધચિંતામણિ ગ્રંથ (ગુજરાતી) માં પાને ૨૮ માં વૃદ્ધવાદિ આચાર અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરજી વચ્ચે જે વાત થએલી તે આ પ્રમાણે લખી છે.--“એક દિવસ સિદ્ધસેન દિવાકર મહારાજ ગુરૂને કહેવા લાગ્યા કે તીર્થકરે અર્ધમાગધી ભાષામાં અર્થથી કહેલાં અને ગણધર મહારાજે ગુંથે“લાં સકળ સિદ્ધાંતોને હું સંસ્કૃત ભાષામાં કરૂં. શિષ્યનું વચન સાંભળી આશ્ચથથ ગુફલ્ય ર તીર્થકર માહારાજની તે મેં આશાતનાકરી માટે નારે
SR No.522008
Book TitleBuddhiprabha 1909 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy