SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હારા વચનથી બંધાએલ હુ શકિત અજમાવું છું કિંતુ કેવું પરિણામ આ વે છે તે તું જોઈશ અને તતઃ પશ્વાત ને અનુભવ થશે. યોગ વિદ્યાના - બળથી તેજસુરી પ્રગટ કરી શિષ્યને તેજંતુરી આપી ક્ષમાકર યોગની અને કહ્યું કે હે શિષ્ય જા આ તેજંતુરી લોઢાના લબ્ધિ, લેકાના પ. પતરાં ઉ૫ર પ્રક્ષેપ, શિષ્ય તે પ્રમાણે ગુરૂની વાણું ત સુવર્ણનાં તેજ- અનુસાર લેતાનાં પતરાં ઉપર તેજંતુરી ભભરાવી કે તુરીથી કર્યા તુર્ન સર્વ પતમાં સુવર્ણનાં થઈ ગયાં. સુવર્ણનાં પતરાં થવાથી રાત્રીના સમયમાં પણ પ્રકાશ ઝળહળ ભાસવા લાગ્યા. શિષ્ય આ ચમત્કારથી રાજી રાજી થઈ ગ. ગુરૂના ચરણ કમલમાં મુનઃ પુનઃ નમસ્કાર કરી શિષ્ય રસ્તુત કરવા લાગે. હે સરો, આ પૃથ્વીમાં આવી અપૂર્વ શક્તિઓ છે તે મેં આજ નણી. અદ્યાપિ પર્યત હું આપને સામાન્ય સાધુની પિઠ સમજતો હતો. મહાપુણ્ય યોગે આપનો સમાગમ થયો, જે મેં આપની પાસે આવી શક્તિ છે એવું જોયું હોત તે આપના ચમકારની વાત જગ જાહેર કરત. શ્રી ગુરૂએ શિષ્યને કહ્યું કે હે શિષ્ય હારી કાખ્યાનો અનુભવ હવે હજ થશે, આપણે પ્રાતઃકાલ થએ અત્રથી ગુપચુપ નીકળવું જોઈએ. નહીં તે લોકો આવીને ચમત્કારી જાણી પળશે, પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં ક્ષમાકર યોગીને યથાવિધિ પ્રતિલેખના કરી ઈ સમિતિ છવક વિહાર કર્યો, પ્રભાતમાં અનેક નાનાપ્રાત:કલમાં સાદ-રીઓ ધમશાળા પાસે જવા આવવા લાવાં, ધર્મશાજ થતાં ગુરૂને વિ-ળા અવની બનેલી લાકે આશ્ચર્ય પામ્યાં. નગ માં નદીના પુરની મેં જ્યાં ત્યાં વાત પ્રસરવા લાગી. રાજાએ પણ કોની પાસેથી આ વાત સાંભળી અને આશ્ચર્ય પામ્યો અને ત્યાં જોવા ગયે, ધર્મશાળા સુવર્ણતી બનેલી દેખી ચમકાર પામ્યો. રાજાએ વિચાર કર્યો કે અહો આ કૃત્ય શી રીતે થયું. પ્રધાનને તેનું કારણ પૂછ્યું, પ્રધાને કહ્યું હે રાજન, આ કાર્ય કરી સિદ્ધ યોગીથી બન્યું છે એમ લાગે છે, રાજાએ ધર્મશાળાની આગળ પાછળના મનુષ્યને પુછયું કે ગઈ કાલે અત્ર કઈ સત્તપુરૂષો આવ્યા હતા. તેઓએ કહ્યું કે આવ્યા હતા. આજ પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં વિહાર કરી ગયા છે. રાજા તથા પ્રધાન વગેરે પુરૂષોએ પસ્પર વિચાર મેળવીને કહ્યું કે, ખરેખર તે સાધુ પુરૂપનું આ કૃય લાગે છે, જે તે સિદ્ધ પુરૂષનાં દર્શન થાય તે તેમની માથી ચમત્કારી વિદ્યાની પ્રાપ્તિ થાય માટે તેને
SR No.522006
Book TitleBuddhiprabha 1909 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size924 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy