SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જાય છે. એક ગુણાનુરાગીમાં ભલે ગુણ ન હોય છતાં ગુણ પ્રત્યે અનુરાગ–પ્રેમ રાખવાથી તે ધીમે ધીમે ગુણ બને છે. સરજ્યોર્જ ખલીયટ લખે છે કે The first condition of goodness is to have something to Lore and the second is to have something to Re're સારા થવાનું પ્રથમ ચિન્હ કોઈ પણ ઉચ્ચ વરતું ઉપર પ્રેમ હે જોઈએ, અને સારા થવાની બીજી નિશાની ઉચ્ચ પુરૂષ પ્રત્યે પૂજયભાવ હોવો જોઈએ. આ સસ્તુ અને પુરૂષ પ્રત્યે પ્રેમ અને પૂજ્યભાવ એ ગુણાનુરાગના બીજાં નામ છે. આ ગુણાનુરાગને પ્રમોદભાવરૂપે પણ વર્ણવવામાં આવે છે. ગુણાનુરાગને મહિમા એટલે બધે છે કે તે વર્ણવાને પંકિતશ્રી જીનગણિએ ગુણાનુરાગ કુલક લખેલું છે અને તે ગ્રન્થમાં ૨૮ લેક છે, પણ તેમાં દરેક શ્લેક એક બીજાથી ચઢીયાત છે, તેમાં બીજા શ્લોકમાં તેઓશ્રી જણાવે છે કે – उत्तम गुणानुराओ, निवसइ हिययंमि जस्स पुरिसस्स ।। आतित्थयरपयाओ न दुल्लहा तस्य रिद्धिओ॥ અર્થ-જે પુરૂષના હદયમાં ઉત્તમ ગુણાનુરાગ વસે છે, તેને નીર્થકરપદ સુધીની રિદ્ધિ પણ દુર્લભ નથી; અર્થાત તે પુરૂ તીર્થકરષદ પણ પ્રાપ્ત કરી શકે. ગુણવાન પુરૂષ ઉપર અત્યંત પ્રીતિ થવાથી અવશ્ય ગુણઉપર પ્રીતિ થની જાય છે કારણ કે ગુજુવાન ઉપર પ્રીતિ થતાં ગુરૂવાતી પ્રીતિ સંપાદન કરવાને ઈચ્છે છે, ગુણીજન પિતાના ઉપર મહેરબાની રાખે એમ તે સહાય છે. હવે ગુણીજનની પ્રીતિ મેળવવાને એકજ માર્ગ છે, અને તે માર્ગ એ છે કે જે માર્ગે ગુણીજનો ચાલતા હોય તે માર્ગે ચાલવું. આ રીતે ગુણuનની પ્રીતિ મેળવવાને ગુણ ખીલવવાની જરૂર પડે છે. અને જેનામાં સાસ ગુણ ખીલ્યા તેને લક્ષ્મી આવીને સ્વયમેવ વરે છે. તે સર્વ ઉચ્ચ પદને માટે લાયક અધિકારી બને છે, અને અનુક્રમે ગુણમાં વધતાં વધતાં તીર્થકર પદ જેવું દુર્લભ પદ પણ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. આ સર્વ ગુણાનુરાગ નું ફળ છે. ગુણદષ્ટિમાં બીજે પણ એક મોટો લાભ છે. જ્યારે ગુરુદષ્ટિવાળો દરેક બાબતમાંથી-અવગુણવાળી બાબતમાંથી પશુ-જે સારરૂપ હોય તે ગ્રહણ કરે છે ત્યારે દો દષ્ટિવાળો રહેજ પણું અવગુણુ જણાતાં દરેક વસ્તુને ત્યાગ
SR No.522006
Book TitleBuddhiprabha 1909 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size924 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy