SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ કીડરગાર્ટનની રીતિ સૌથી ઉત્તમ છે. જે લોકોએ આ કિન્ડરગાર્ટન શબ્દ ન સાંભળ્યો છે, તેમના લાભ અર્થે જણાવવું જરૂરનું છે કે આ શબ્દ કીડર અને ગાર્ડન ર્ડન garden એ બે શબ્દનો બનેલો જર્મન ભાષાને શબ્દ છે. કીલ્ડર એટલે બાળક અને ગાર્ડન એટલે વાડી અર્થાત બાલવાટિકા, બાળ ઉદ્યાન જેમ માળી બગીચામાં ઉગેલા સારારોપાઓનું પિષણ કરે છે, અને નકામાં મળીને ઉખેડી નાખે છે, તેવી રીતે શિક્ષક રૂપી માળીએ બાળકમાં રહેલાં શુભ બીજોને પોષણ આપી ખીલવવાં જોઈએ પણ અશુભબીજ રૂપી નકામા છોડવાઓને ઉખેડી નાખવા બનતે પ્રયત્ન કરવો જોઈએ. વળી આ પદ્ધતિમાં બાળકોને જે પદાર્થનું જ્ઞાન આપવાનું હોય તે પદાર્થ નજર આગળ રાખીને શિખવવામાં આવે છે. આ પદ્ધતિથી બાળકને આનંદ સાથે જ્ઞાન મળે છે. આ પદ્ધતિ કીતિને ઉત્તમ કહેવાનું મુખ્ય કારણ તે એ છે કે આ પદ્ધતિમાં પશે વર્ગ સાથે પ્રેમ, દયા અને દિલજી રાખવાનું શિખવાય છે. આવા પાંડા એટલી બધી વાર આ પદ્ધતિએ શિખનારને શિખવવામાં આવે છે કે આજ્ઞાને બાળપણુથી તેનામાં જન્મવાળા પામેલાં અને રોપાયેલા દયાના અને પણ ભાવનાં સંસ્કાર બજ સ્થાયી અસર હેશને વાતે કરે છે આથી બાળકોનું હદય ઉદાર વિશાળ અને પ્રેમાળ બને છે. આથી તે જયારે પુરુષ કે સ્ત્રી બને છે ત્યારે તે હજાર ગણો ઉત્તમ આચરણવાળે થાય છે. આ સ્થળે યાદ રાખવું જરૂરનું છે કે આપણે પ્રાણી વર્ગ કે આપણા માનબંધુઓ તરફ દયા બતાવી અથવા તેમની સેવા કરીએ, તે તેથી તેમના તરફ આપણે ઉપકાર કે સેવા કરી હોય, તેના કરતાં આપણે તે વિશેષ લાભ થાય છે. સર્વ જીવતાં પાણીઓ અને માનવ બધુઓ ને સહાય આપવાથી, અને તેમના તરફ હદયની દિલજી બતાવવાથી જે આનંદ થાય છે, તે આનંદ વર્ણવી શકાય. તેમ નથી, તેમ તેનું મુલ્ય પણું થઈ શકે તેમ નથી. એક ર સ્વાર્થ રહિત પરોપકારનું કાર્ય કરવાથી મળેલા આનંદને જેને અનુભવ કર્યો છે, તે મનુષ્ય કદાપિ તે કાર્ય કરવું છોડી દેતો નથી. જીવનની એકતાના સિદ્ધાંત અનુભવવા એ કઠણ માર્ગ છે, તે માર્ગે ચાલવાને મનુષ્ય જાતિ તૈયાર થતી જાય છે. તે સિદ્ધાંતને લીધે નીતિના નિયમો વિશેષ ઉદાર અને ભવ્ય બને અને ધર્મમાં પણ વધારે જીવન અને ઉચ્ચતા આવે છે જે લોકે આ ઉચ્ચ સિદ્ધાંતને બરાબર સમજેલા છે, અને તેને લીધે પરેપકારી અને દિલસોજીવાળા બનેલા છે, તેઓ મનુષ્ય માત્રમાં જીવ દયાની લાગણી વિશેષ પ્રમા માં ખેલે, તેવા પ્રયત્ન કરી રહ્યા છે. બીજા પણ ઘણું પુરૂષો પોતાના
SR No.522006
Book TitleBuddhiprabha 1909 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size924 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy