________________
પપ
કટ થતા વર્તમાન પત્રોના એડીટર તરીકે તેઓએ કામ બજાવ્યું છે, અને કેટલાક માસિકની વ્યવસ્થા તથા અધિપતિપણે પણ સ્ત્રીઓજ કરે છે.
જે દેશનું ભવિષ્ય બાંધે છે, તે સ્ત્રી વર્ગ અહીં બહુ ઉત્તમ પ્રકારને છે; તેઓ હાથને મેળવે છે, મગજને ખીલવે છે, અને સારી ચાલ ચલગત બાંધે છે. તે સ્ત્રી શિક્ષકો છે, સ્ત્રી શિક્ષક તરીકે જે કામ બજાવે છે, તેને મનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં ગણી શકાય, પણ આ વિપથના સંબંધમાં હું બીજા કોઈ પ્રસંગે વિશેષ લખવા માગું છું.
આબરૂદાર અને પદવીવાળી સ્ત્રીઓ જાહેર કામમાં પણ બહુ સારી ભાગ લે છે. તેઓ મંડળો સ્થાપે છે. અને તે મારફતે કામ કરે છે. ઘર્મના, સમાજના, અને સ્વદેશ પ્રેમનાં કાર્યો વાસ્તે જુદી જુદી સભા અને સંસ્થાઓ ત્યાં છે. ત્યાં બુદ્ધધર્મ પાળનારી અને બ્રીસ્તી ધર્મ પાળનારી સ્ત્રીએની સમાજ છે, અને તેઓ દરેક કુટુંબમાં શાંતિ અને સુખ ફેલાવે છે. આવા કામ માટે તેઓ પુષ્કળ ધન પણ ખર્ચ છે, વળી કેળવણીના કામમાં પણ તેઓ ઘણોજ મોટે ભાગ લે છે.
જાપાનમાં મોટામાં મોટું મંડળ “લેડીઝ પિટીટીડ એસસી. અશન” સ્ત્રીઓનું સ્વદેશ પ્રેમી મંડળ” છે. હલકામાં હલકી સ્થિતિવાળીથી તે મોટામાં મોટી સ્થિતિવાળી દરેક સ્ત્રી જે પોતાના દેશને સારું કામ કરવાની ઇચ્છા ધરાવે છે, તે સ્ત્રી આ મંડળની સભાસદ થાય છે. તેનું મુખ્ય મથક જાપાનની રાજધાની ટોકીઓ શહેર છે.
પણ તેની શાખાઓ જરા પણ અગત્યતા ધરાવતા દરેક શહેરમાં છે. મુખ્ય સ્થળમાંથી દરેક મહિને એક માસિક નીકળે છે. સાધારણ વખતમાં આ મંડળો સંસાર સુધારાનું કામ કરે છે; પણ યુદ્ધના પ્રસંગે લડાઈમાં ૬. તરેલા સીપાઈઓનાં કલ્યાણ વાસ્તે કામ કરે છે. તેનાથી બની શકે તેવી મદદ તેઓ તે સિપાઈઓને માલે છે. તેઓ મધ્ય રાત્રિ સુધી કામ કરી તૈયાર કરેલાં મન એ, બદને, અને ગલપટાઓ વગેરે આવા મંડળે માર ફતે લશ્કરમાં લડતા સીપાઈઓ સારૂં મોકલી આપે છે. અને આ રીતે તે સીપાઈઓને તેઓ દિલાસા આપે છે, અને લડવાને ઉત્તેજિત કરે છે. દૂરથી આ શુરવીરેનું શું બને છે, તેની તેઓ દરરોજ ખબર રાખે છે પણ કેટલીક વધારે સ્વદેશ પ્રેમી તેમજ વધારે બળવાળી સ્ત્રીઓ હોય છે કે જેઓ લડાઈમાં જાય છે, અને મજબુત માણસો સાથે અનેક પ્રકારનાં દુઃખ અગુભવે છે. અતિશય તારું અને ન નડકે પણ તેઓ બહાદુરતાથી સહન