________________
૧૫૪
રીતે અંગ્રેજી લખી, વાવી તથા બલી જાણે છે, પણ તેઓ તે ન જાણતી હોય તોપણ ફીકર જેવું નથી. તેઓ પુરતકના અક્ષરે ઓળખે છે અને તેથી અસલમાં જેવા અક્ષરે હોય છે, તેવા અક્ષરની નકલ કરે છે.
- ઘુંટણ અને ઢીંચણ સુધી લબડતા મોટા ધોળા ઝભાવાળી ચારથી પાંચ ફીટ જેટલી ઉંચી સ્ત્રીઓ રસ્તામાં જતી માલુમ પડે છે જે શરીરને ભાગ આ ઝભાથી નથી ટૂંકાતો તે ખુલ્લો રહે છે. તેઓ લાકડાની પાવડીઓ પહેરી આમતેમ કરે છે. આ જાપાનની સ્ત્રીઓ માંદાની માવજત કરનાર આયાનું કામ કરે છે. તેઓ આ કામ શિખવનારી નિશાળમાં દાખલ થઈ ભણેલી હોય છે, અથવા તે કોઈ ડોકટરને ત્યાં રહી આ કામને તેઓએ અનુભવ મેળવેલો હોય છે.
અને આ બાબતનું તેઓની પાસે સટીફીકેટ હોય છે. જેમની પાસે આ સર્ટીફીકેટ ન હોય તેઓને આ ધંધો કરવા દેવામાં આવતા નથી, તેઓ હસ્પીટાળમાં નોકરી લે છે, અથવા સ્વતંત્ર રીતે આપ્યા કે ધાત્રીનું કામ કરે છે,
રેલ્વે સ્ટેશન પર ટીકીટ વેચનાર તરીકે, ટપાલખાતામાં હાથ નીચેના કલાર્ક તરીકે, અને તારખાતામાં તાર મુકનાર તરીકે જાપાનની કેડીએ. કામ કરતી માલુમ પડે છે. ટપાલખાતામાં જ્યાં સુધી સ્ત્રીઓ મળે ત્યાં સુધી સ્ત્રીઓને જ રાખવામાં આવે છે. થોડા વખત પરજ તે ખાતામાં ત્રણ સ્ત્રીઓ દાખલ થઈ, અને ત્યાં કામ કરનારા છોકરાઓને ઘેર બેસવું પડયું. મનીઓડર લેવાના ખાતામાં અને રજીસ્ટર કરવાના ખાતામાં પણ સ્ત્રીએ જ ઘણે ભાગે જોવામાં આવે છે. આ બે ખાતામાં ચાલાક છોકરા પણ કં. ટાળી જાય છે અને ઘણી વાર મુલા કરે છે.
આ ખાતાઓ ખરેખર કંટાળો ઉપજાવે એવાં છે, અને વારંવાર લોકો સવાલ પુછી પુછીને તે જગ્યાવાળાઓને પજવે છે. પણ આ સ્થળની સ્ત્રીઓ જરૂરની બધી માહીતી આગળથી મેળવી રાખે છે, અને તે પુછનારને ધીરજથી જવાબ આપે છે. તેમાં જરા પણ ચડવાતી નથી. આ કારણથી જ તેઓ આ જગ્યામાં સારી રીતે નોકરી બજાવે છે.
જાપાનમાં ઉંચ પ્રકારની કેળવણી મેળવવાના અને દર્શાવવાના પ્રસંગ પણ સારા મળે છે, સ્ત્રીઓની યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએટ થયેલી કેટલીક સ્ત્રીઓ અહીં માલુમ પડે છે. પ્રથમ નંબરના શકઠારી વિષય ચર્ચતા દર ૮ -