________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ ]
શ્રી. જેન સત્ય પ્રકાશ | [વર્ષ : ૨ “કવિ જશવિ કહે સદા રે લે, ધ્યાવું એ નિદેવ રે.”૪ વળી શ્રી પદ્મપ્રભ, શ્રીચન્દ્રપ્રભ, શ્રીવાસુપૂજ્ય શ્રી શાંતિનાથ, શ્રીમુનિસુવ્રતસ્વામી અને શ્રીનેમિનાથને અંગેનાં સ્તવનના અંતમાં પણ વાચક યશોવિજયે પિતાને “કવિ' કહ્યા છે. આ ઉપરાંત દ્રવ્ય અનુગ વિચારના ઉપાંત્ય પદ્યમાં પણ “કવિ ” એવો ઉલ્લેખ છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે:–
કવિ સવિજ્ય ભણઈ એ ભણિયે”
સમતાશતકમાં અને સમાધિશતકમાં પણ કવિ શબ્દનો પ્રયોગ કરાયો છે. સહજસુન્દર સરસ્વતી છંદ(૫૭૫ ૧૮૯૫-૯૮) રચે છે. એમાં એમણે પિતાને “કવિ' કહ્યા છે.
સિંહાસનબત્રીસી, નંદબત્રીસી, અંગદવિષ્ટિ વગેરે રચનાર શામળભદ્રને જન્મ ઈ. સ. ૧૬૮૪ પછી અને અવસાન ઈ. સ. ૧૭૪૪ બાદ થયાનું મનાય છે. એમણે અંગદવિષ્ટિમાં નિમ્નલિખિત પંક્તિમાં પિતાને “કવિ ' તરીકે ઉલ્લેખ કર્યો છે –
શ્રીરામચંદ્ર પરતાપથી જળને સ્થાનિક સ્થળ કરું
કવિ શામળ અંગદ કહે કહે તે આભ ઉંડળ ભરું.” અંતમાં પણ “કવિ' તરીકે ઉલ્લેખ છે. એને લગતી પંકિત નીચે મુજબ છે.
તા વક્તા સાંભળે, કહે કવિ કર જોડ,
શામળ કહે બેલે સજજને જે જે શ્રી રણછોડ.” આવી રીતે એમણે બીજી પણ કેટલીક કૃતિમાં પિતાને માટે “કવિ' શબ્દ વાપર્યો છે.
શ્રી શુભવિજયના શિષ્ય શ્રી વીરવિ શ્રી શાંતિનાથની થેયના અંતમાં “ કવિ વીર તે જાણે કે એ પંક્તિ દ્વારા પિતાને કવિ કહ્યા છે. શ્રીદીપવિજય માટે “કવિરાજ બહાદુર” ઉલ્લેખ જોવાય છે (જુઓ જે. સા. સં. ઈ. પૃ. ક૭૮.)
બુધ-ચૌદ બેલની ચોવીસીના અંતમાંના શ્રીવીર-જિન-વનની છેલ્લી કડીમાં નીચે મુજબ ઉલ્લેખ છે –
હાથ જોડી કહે જશવિજય બુધ ઈસ્યું,
દેવ નિજ ભુવનમાં દાસ રાખે.” અહીં જેમ “બુધ” શબ્દ વપરાયો છે તેમ દ્રવ્ય અનુગ વિચારના અંતિમ પઘમાં પણ વપરાય છે. આ રહ્યો એ ઉલ્લેખ – શ્રીયવિજયવિબુધચરણસેવક જ વિજય બુધ કરી
વિબુધ અને પંડિત–બુધ ને અર્થ “પંડિત' થાય છે. ક્ષમાશ્રમણ મલ્લવાદીકૃતિ અને પત્ર વૃત્તિથી વિભૂષિત દ્વાદશાનિયચક ઉપર સિંહ ક્ષમાશ્રમણે વૃત્તિ રચી છે એનું પ્રમાણે ૧૮૦૦૦ કલેક જેવડું દર્શાવાય છે. એને આદર્શ શ્રીયશવિજયે અન્ય છ મુનિવરોની સાથે મળીને જે વિ. સં. ૧૭૬૦માં તૈયાર કર્યો તેના અંતમાં એમણે પ્રશસ્તિ રચી છે. એના ત્રીજા પદ્યમાં એમણે પોતાને માટે વિબુધ” શબ્દ વાપર્યો છે." વિશેષમાં એની બે પુસ્તિકામાં
૪, જુઓ ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૩૬). ५. “ तत्त्वविजयमुनयोऽपि प्रयासमत्र स्म कुर्वते लिखने। सह रविविजयैविबुधैरलिखच्च यशोविजयविबुधः ॥ ३ ॥"
[ જુઓ અનુસંધાન પાના ૨૭ પર ]
For Private And Personal Use Only