________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવભવ સફળ ક્યારે? લેખક : પૂ. બાલમુનિ જયંતવિજયજી-આહીર (મારવાડ) માનવને ભવસમુદ્રમાં ડુબાડનાર, બ્રમણાના અંતને રોકનાર, અજ્ઞાનાન્ધકારમાં પરિભ્રમણ કરાવનાર, સારાસારના જ્ઞાનને રોકનાર, ફળાફળને નાશ કરનાર, હિતાહિતને હણનાર, ઈષ્ટ સિદ્ધિને અટકાવનાર, મિત્રતાને નષ્ટ કરનાર, ઈર્ષા અગ્નિને સળગાવનાર આ એસાર સંસારમાં જે કઈ છે તો તે (હું, મારું, તારું,) એ મમત્વબુદ્ધિ જ છે. | મમતાની નક્કર બેડીઓથી જકડાયેલ માનવ એનાથી છુટકારો મેળવવા અસમર્થ છે, ત્યારે મનુષ્યના આંતરિક અને બાહ્ય વિચારોમાંથી મમતા ડોકણીનો નાશ થઈ જાય ત્યારે માનવ અનંત સુખનિધાને સંપૂર્ણ શાંતિના સ્થાને પહોંચી શકે છે અને પરમાત્મપદ પણ પ્રાપ્ત કરી શકે છે.
“આત્મા એ જ પરમાત્મા કેટલાક લેકેનું આવું કથન છે તે સત્ય છે, પરંતુ ક્યારે? જ્યારે આત્મકંચન ઉપર ઘણું કાળની ચટેલ કર્મ જ દૂર થશે ત્યારે ! આત્માને સેટયના સોના જેવો બનાવવા માટે દાન, શિયળ, તપસ્યા અને શુદ્ધ ભાવના; આ ચાર પ્રકાર શાસ્ત્રકારોએ બતાવ્યા છે.
મમત્વાધીન મનુષ્ય મારું મારું અને હું પદમાં ગરક થઈ જિંદગીને ફેગટ ગુમાવે છે અને કર્મને મજબૂત બનાવે છે. ન તો કંઈ કરી શકે છે ને અંદરો અંદર બન્યા કરે છે. પછી ચોરાશીના ચક્કરમાં જ ભમ્યા કરે છે. આ માટે નીચે એક નાનું ઉદાહરણ આપું છું.
એક રાજા હતા. તેમણે પ્રધાનને કહ્યું “પ્રધાનજી જ્યારે નિદ્રાધીન થાઉં ત્યારે વાઘ (વાજિંત્ર) બંધ કરાવી દેજે !
જી!' કહી પ્રધાને રાજાના હુકમને માન આપ્યું. રાજાના સુઈ ગયા પછી પ્રધાનને ગાયન સાંભળવામાં એટલે બધો રસ આવ્યો કે તે વાઘ બંધ કરાવી શક્યો નહિ.
એક બાજુ નાચ, બીજી બાજુ પેટી તબલાના કર્ણપ્રિય અવાજો અને ત્રીજી બાજુ વળી ગવૈયાઓએ પણ પોતાના સાચા હૃદયના પ્રેમથી મધુર ધ્વનીએ ગાયન સંભાળાવવામાં કચાશ રાખી નહીં, તેથી પ્રધાન તે સાંભળવામાં મશગુલ છે.
કણેન્દ્રિયવશ બનેલ પ્રધાન રાજાની આજ્ઞાને પણ ધ્યાનમાં રાખી શક્યો નહિ.
વિષધર સર્પ પણ મોરલીને અવાજ સાંભળી કણેન્દ્રિયાધીન થઈ પિતાના નિવાસગૃહની બહાર આવે છે અને સાંભળવામાં મસ્ત બની જાય છે. મદારી–બાજીગર તેને પકડી લે છે પછી પરતંત્રતાની બેડીમાં ફસાઈ દુ:ખ અનુભવવું પડે છે. નરેન્દ્રની નિદ્રા એકાએક દૂર થઈ જાગીને જુએ છે તે નાચ ગાયનાદિ ચાલુ જ છે. દેખતાંવેત રાજાને ગુસસે હાથ ન રહ્યો. અહંકાર અને મમત્વ યુક્ત વચન બોલ્યા : “ મારી આજ્ઞાનું ઉલ્લંધન ? ”
મમતાવશ નરેછે હુકમ કર્યોઃ “જાઓ આજ્ઞાથાપક આ પ્રધાનના કાનમાં ગરમાગરમ સીસું રેડ કે જેથી પ્રધાન ફરીથી ગાયન સાંભળવામાં લીન ન થાય.
[ જુઓ અનુસંધાન પાના ૪૨ પર ]
For Private And Personal Use Only