SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *આશાપલ્લીના ઐતિહાસિક ઉલ્લેખા લેખક : 'ય'. લાલચ', ભગવાન ગાંધી-વડાદરા : ભારતીય ઇતિહાસ પરિષદનું ૧૭મું આ અધિવેશન જ્યાં મળી રહ્યું છે, તે વર્તમાન અમદાવાદની પૂર્વ નગરીનું--આશાપલ્લીનુ સંસ્મરણ કરવું અહિં ઉચિત જણાશે. લગભગ હજાર વર્ષ જેટલા જૂના એના ઇતિહાસ છે. અમદાવાદ વસ્યા પહેલાં સૈકા સુધી એની પણ જાહેાજલાલી રહી હતી એવું અનેક સાધનાથી જાણી શકાય છે. વિક્રમની ૧૧મી સદીથી ચૌદમી સદી સુધી એનુ મહત્ત્વ અને ગૌરવ વિશેષ આકર્ષક રહ્યું જણાય છે. પંદરમી સદીમાં અહમદશાહને એ નગરીની મતાહરતાએ અને યાગ્યતાએ પ્રબળ આકર્ષણ કર્યું જણાય છે, જેના પરિણામે તેણે રૂપાંતર કરેલા–આબાદ કરેલા-નામાંતર કરેલા આ નગરને વર્તમાનમાં આપણે અહુમ્મદાબાદ ( અમદાવાદ) નામથી ઓળખીએ છીએ અને આ વિશાલ નગરના પરા તરીકે આસાવલનું નામ કદાચ આપણે ઉચ્ચારીએ છીએ. ધણા ચેડા ઇતિહાસપ્રેમી સાક્ષરા કાઈ વાર એના નામ-નિર્દેશ કરે છે, : . વિક્રમની ૧૧મી સદીથી એ નગરીના ઉલ્લેખા થયેલા જણાય છે. પ્રાચીન જૈન સાહિત્યમાં એનાં 'સ્મરણા મળી આવે છે. પ્રાકૃતમાં ‘ આસાવલી એવા નામથી, ભાષામાં આાસાવલ ' નામથી અને સંસ્કૃતમાં ‘આશાપલ્લી ' નામથી એના નિર્દેશા જોવામાં આવે છે. ‘ કર્ણાવતી ’એવું અપરનામ પણ તેરમી સદીના અને તે પછીના સાહિત્યમાં આ નગરી માટે સૂચિત થયેલું જણાય છે. અન્ય સાહિત્યમાં પણ આ નગરીના કેટલાક ઉલ્લેખા મળે છે. આ નગરીમાં એ પ્રાચીન સમયમાં જૈનસમાજ સારા પ્રમાણમાં વસતા હશે તેમ જણાય છે, તથા તે સુખી, સમૃદ્ધ તેમજ ધર્મનિષ્ઠ હાવા જોઈએ-તેમ માનવાનાં પ્રમાણે મળી આવે છે. એ નગરીમાં અનેક જૈનમદિરા, ઉપાશ્રયેા હતા. સુપ્રસિદ્ધ અનેક જૈનાચા અને વિદ્વાન મુનિઓએ લાંબા સમય સુધી અહિં નિવાસ કરીને અનેક ગ્રંથ-રચનાઓ કરી હતી, ધર્મોપદેશ આપ્યા હતા, અનેક ગ્રંથા અહિં લખાવ્યા હતા. અહિંના સમાજે એવાં શુભ કાર્યોમાં મહત્ત્વનો ભાગ ભજવ્યેા હતે. જૈન સમાજના મુયાગ્ય નેતા અહિં દંડનાયક જેવા ઉચ્ચ અધિકારષદને પણ દીપાવી ગયા જણાય છે. માન્યતા—ભેદના—મત—ભેદના શાસ્ત્રાર્થી અને વાદ–વિવાદની કેટલીક ઘટનાઓ પણ અહીં બની ગઈ. જેસલમેરના અને પાટણના પ્રાચીન જૈન ગ્રંથભંડારાનાં વર્ણનાત્મક સૂચિપત્રા ( ગા. એ. સિ. ન. ૨૧, અને ૭૬ સન ૧૯૨૩ અને ૧૯૩૭)નું સંશોધન-સંપાદન કરતાં અમે એની નોંધ લીધી છે, ઇતિહાસના ઉત્સાહી અભ્યાસીને એમાંથી પ્રામાણિક ઉપયાગી સામગ્રી મળી શકે તેમ છે. *ઈસ્વી સન ૧૯૫૪ના ડિસેખરમાં ભારતીય ઇતિહાસ પરિષદના ૧૭મા અધિવેશન–પ્રસંગે લખાચેલા નિમંત્ર, વિભાગીય પ્રમુખ પ્રો. કે. હિં કામદાર આદિથી પ્રશસિત, 3 For Private And Personal Use Only
SR No.521739
Book TitleJain_Satyaprakash 1956 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy