________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧ ]
શ્રી, મુનશીજી વિચાર કરશે ખરા ?
[ ૭ મહાગૂજરાતી હતા. ગુજરાતના જ થઈને જીવ્યા હતા, ને ગુજરાતના વિજયમાં પ્રાણ અાં હતા. ગુજરાતના સુવર્ણયુગના તેઓ એક સમર્થ ચિંતક, બાહારી મુસદ્દી, અજોડ યોદ્ધા હતા. ને ગુર્જર ચક્રવર્તીએ સિદ્ધરાજ જયસિંહ ને મહારાન્ત કુમાળપાળના ખાસ વિશ્વાસુ હતા. તેમણે અને તેમના પુત્રાએે સમસ્ત ભારતવર્ષમાં સાહિત્યમાં અને શૌર્ય માં—ગુજરાતનુ માં ઉજ્જવલ રાખવા આખું જીવન અર્પણ કર્યું હતું.
કમનસીબી કહો કે ગમે તે કહા, પણ આવા મહામંત્રી, શ્રી. કનૈયાલાલ મુનશીના હાથ પર ચઢી ગયા, ને શ્રી. મુનશીએ માત્ર કથારસ જમાવવા, ખીજ્ર' પાત્રાની જેમ, જૈનાના આ મહાન કર્મવીર, ધર્મવીર ને રણવીર મંત્રીને ખૂબ હીન રીતે ચીતર્યો. દુષ્ટ ખલનાયક સર્જવા મહામંત્રી ઉયનને ઇચ્છા, કાવતરાંળાજ ને વ્યભિચારી ચીતરવામાં તેમણે પાછું વાળીને ન જોયું.
શ્રી. મુનશી પોતે ભાવ બ્રાહ્મણ છે, પણ તે કરતાંય બ્રાહ્મણુ સંસ્કૃતિના પરમ પૂજારી છે. એ સંસ્કૃતિ સામેની કાઈ પણ સંસ્કૃતિનો ધારક એમને કદાય ગમ્યા નથી. મહિષ` ચાણકય બ્રાહ્મણ સંસ્કૃતિના ઉદ્ધાર માટે યત્ન કરે તે પ્રરાસ્ત; આશ્રમ, અરણ્ય ને વર્ણાશ્રમની સંસ્કૃતિને વેગ આપવા કંઈ કરે તે સુંદર; ને એની સામે મહામંત્રી ઉદયન જેવા જૈન સંસ્કૃતિ માટે કંઈ કરે, મંદિર, ઉપાશ્રય કે ગ્રંથભંડાર સ્થાપે, તે હીન-અધમ કાર્ય ! આવા ભાસ તેમની નવલામાંથી ઊઠયો છે ને એથી જ ‘પાટણતી પ્રભુતા ’ના આનંદર જિતના પાત્રે, ‘ગુજરાતના નાથ' ના ઉદા મંત્રીએ તે ‘રાધિરાજ’ માંના હેમચંદ્રાચાયના ચિત્રણે જૈનોનાં દિલ દુભાવ્યાં છે; છતાંય જેના એક વેપારી પ્રશ્ન હાવાથી એણે આ તરફ થાડીએક ચળવળ ચલાવી, પછી સદાને માટે આંખ આડા કાન કર્યાં છે.
પણ જેમ સસલું આંખ બંધ કરી લે એટલે એની સામેની આફત ટળી જતી નથી, તેમ આ નવલકથાએ – જે મોટા ભાગે ઇતિહાસથી દૂર રહીને ચીતરાઈ છે – ધીરે ધીરે જનતા પર કાબૂ કર્યો છે.
વળી, વધુ આગળ વધીને કહીએ તેા શ્રી. મુનરી પાતે પણ આને ઇતિહાસની નવલે નથી કહેતા, અલબત્ત, એના આધાર માટે તેમણે ઐતિહાસિક પાત્રા જરૂર લીધાં છે. શ્રી. મુનશી પ્રારંભિક અવસ્થામાં મત્તૂર લેખક અલેકઝાંડર ડુમાના પૂર્જારી હતા, ને તેની શ્રી મટીયર્સ (Three Musketeers) ‘ટ્વેન્ટી ઇયર્સ, આફ્ટર' (Twenty Years After) નામની નવલકથાએ તેમના પર જાદુ કર્યો હતો. એ જાદુથી વશ થઈ તે તેમણે ગુજરાતને તેવા પ્રકારની નવલકથા આપવાનું વિચાર્યું. આ માટે તેમણે ગુજરાતના સુવર્ણયુગ સમા સાલકી યુગને પસંદ કર્યો ને એનાં પાત્રા લઈ ને તેઓએ ‘ પાટણની પ્રભુતા, ’ ‘ ગુજરાતના નાથ ' તે ‘ રાધિરાજ' નામની ત્રણ અપૂર્વ રસરિત કલાકૃતિઓને જન્મ આપ્યો.
માનનીય મુનશીજીની કલમના જાદુ માટે કઈ કહેવાની જરૂર નથી. પણ તેમણે રચેલી આ નવલે જેને માટે સદાકાળ મસ્તકળ જેવી રહી છે. અલબત્ત, અમે માનીએ છીએ કે નવલ એ ઇતિહાસ નથી, છતાં ઇતિહાસનું કાર્ય એ જરૂર કરે છે. નવલકથાકાર ધારે તેવી મૂર્તિ જનસમુદાયના હૃદયમાં ઊભી કરી શકે છે. એટલે કુશળ નવલકથાકાર હુમાના અનુકરણમાં રચાયેલી આ કલાકૃતિ ઉપરની તે અંગ્રેજી નવલકથાનાં રૂપાંતર જેવી છે, એ નવલકથાનાં પાત્રોની સામે એમણે દેશી નામ મૂકયાં, જેમકે થ્રો મસ્કેટિયર્સના શિક્ષુને સ્થાને મુંજાલ વગેરે, એવી રીતે મીનલ, ઉડ્ડયન, આનંદર જિત વગેરે પાત્રા પડયાં. આટલું જ નહિ, જાણીતા વિવેચક
For Private And Personal Use Only