________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ શ્રી. વિશ્વનાથ ભટે “ગુજરાતી સાહિત્યમાં અપહરણ વગેરે લેખોમાં ફકરાના ફકરા, સંવાદોના સંવાદો, ઘટનાઓની ઘટનાઓ કેવી રીતે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારી, ગુજરાતના સુવર્ણયુગનાં પાત્રા-મુંજાલ, મીનળ, ઉદયન, જ્યસિંહ વગેરેનાં મોમાં મૂક્યાં છે, તે બતાવ્યું છે. અને તેમણે એક સ્થળે તે એવા ઉદ્ગારો કાઢયા છે કેઃ
માની દાસવૃત્તિ શ્રી. મુનશીની પાસે ઈતિહાસની પવિત્ર વ્યક્તિઓને ઈક્કી અને વ્યભિચારી બનાવે છે.'
માની દાસવૃત્તિનાં બીજ જૈન પ્રતાપી પાડ્યો ઓછાવત્તાં ભોગ બન્યાં છે, પણ મહામંત્રી ઉદયન વિષે તે કાંઈ મર્યાદા રહી નથી, અલબત્ત, તેઓએ પિતાની કલાકૃતિ માટે કોઈ અન્ય વ્યક્તિ પસંદ કરી હતી તે ઠીક થાત. પણ જેને જે ઉજવળ કાળ હતો એના પર કલંક લગાવ્યું છે. આથી બ્રાહ્મણ અને જેને વચ્ચેની બિરાદરીને ઘક્કો લાગ્યો છે, ને ફક્ત નવલકથાઓ જ વાંચતી ને ઈતિહાસથી અનભિન્ન પ્રજામાં એક ખાટી બ્રમણી ફેલાઈ છે.
એટલે જેઓ ઇતિહાસથી અનભિા છે, તેઓની જાણમાં અમે આ વાત લાવવા માગીએ છીએ કે ઉપર્યુક્ત ત્રણે નવલકથાઓ સાચા ઈતિહાસ પર રચાયેલી નથી, પણ એલેકઝાંડર દુમાની કલાકૃતિઓનું આપણી ભૂમિ પરનું સામાન્ય અવતરણ છે.
આ વિશે ગુજરાતના બે વિવેચકોના ઉતારા આપી એ વિશેષ રૂપષ્ટ કરીશું. આ ચર્ચા કરનાર મુખ્ય બે લેખકો છે. શ્રી. રામચન્દ્ર શુકલ અને શ્રી. વિશ્વનાથ ભટ્ટ.
' શ્રી. રામચન્દ્ર શુકલ એમના “પાટણની પ્રભુતા-એની માં, માની નવલકથાઓ સાથે સરખામણું” એ લેખમાં કહે છે કે “આ અનુકરણ હોઈ લેખક મહાશયે બહુ સાવધાનીથી કામ કર્યું છે. ઉપર ટપકે વાંચતાં ભિન્ન અને અલગ લાગશે, કિન્તુ બારીક નજરે જોઈશું તો “પાટણની પ્રભુતા' “શ્રી મઢેટીયર્સ' અને “ટવેન્ટી ઈગર્સ આફટર' એ પુસ્તકમાંથી વાંચી શકાશે. આ આધાર લેવામાં રા, મુનશીએ પિતાનું નૈપુણ્ય દર્શાવ્યું છે, “ કારણ તેમણે આખા ને આખાં પાત્ર લીધાં નથી, પરંતુ મિશ્રણ કરી તેમને ઉપયોગ કર્યો
કર્યો છે. અહીંથી ઘટના ઉઠાવી રા. મુનશીએ અન્ય જગ્યાએ ઘટના બેસાડી છે, અને કઈ “વ્યક્તિનું વર્ણન કેઈને લાગુ પાડયું છે. મૂળવાતુનો કેટલાક ભાગ, પાંત્રીસહિત સમૂળગે છેડી દેવામાં આવ્યો છે ને કેટલીક નૂતન વસ્તુઓને ઉમેરો કરવામાં આવ્યો છે.” [ ગુજરાતી સાહિત્ય : તેનું મનન અને ચિંતન, પા. ૧૮૧.] ત્યાર પછી શ્રી. શુકલે એ લેખમાં શ્રી. મુનશીએ પ્રકરણનાં મથાળાંથી માંડી પાત્રો અને પ્રસંગોમાં ડ્રમામાંથી શું લીધું છે તે વિસ્તારથી દર્શાવ્યું છે.
આ પછી “વિવેચનમુકુર” નામના ગ્રંથમાં વિવેચક શ્રી. વિશ્વનાથ ભરે પણ એમના સાહિત્ય અને અપહરણ” એ નામના લેખમાં કહ્યું છે:
વર્તમાન સમયની કેટલીક સારી માઠી પ્રેરણાઓની પેઠે આ વાડ્મય ચારીની પ્રેરણાનું “પણ ઉગમસ્થાન ઇતિહાસકાર રા. મુનશીને ગણશે “પાટણની પ્રભુતા તથા ગુજરાતનો નાથ'
* શ્રી મહેરીયર્સ' તથા “ટવેન્ટી ઈયર્સ આફટરનાં સંયોજન છે. સાધારણ લેખકોની માફક “એમનું અપહરણ તરત પકડાય એવું સીધું સાદુ કદી હોતું નથી, એમાં કસાયેલા ચોરની “કુશળતા હોય છે. તેઓ ડૂમા કનેથી વસ્તુ લે છે તે મૂળ મુદ્દો યથાપૂવરાખી વિગતમાં અપૂર્વતાનો
For Private And Personal Use Only