________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક : ૧]
તેરાપ થ–સમીક્ષા
[ ૨૩
આમાં એક ખીજાને દૂર કરે તો શાંતિ થાય એમ છે પણ સાધુ-શ્રાવકને તે બધા સરખા છે. તે કાઇની વચમાં પડે નહિ. તેઓ પોતપોતાનું કરે છે, તેમાં સાધુ વચમાં ન પડયો તે તેમાં સાધુનુ શું ગયું ? સાધુ તે છકાયના પીહર છે, તે એકલા ત્રસકાયને છેડાવે અને પાંચકાયને મરતા દેખીને ન રાખે તો તે પાંચકાયના પીહર કઈ રીતે ગણાય. રજોહરણ લઈ તે ઊડે તે જોર કરીને છોડાવે તેમાં જ્ઞાનાદિમાંથી કયે। ગુણ આરાધાય છે ? છેડાવવું કે ભેળુ કરવુ એ તે સંસારનો ઉપકાર છે એથી સિદ્ધિ મળે નહિ. જેટલા સંસારના ઉપકાર છે તે સર્વ સાવદ્ય છે. તેમાં જૈન ધર્મ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર તે તપ આ ચાર પમાડે તે ચાર મેટા ઉપકાર બાકી કાંઇ નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરાપ'થીઓના ઉપરના વિચાર। . અણસમજુ આત્માઓ ઉપર્ કારી ઘા કરી બેસે એવા છે. શકય અને અશકય, કાર્યની રીત અને ગેરરીત, આવડત અને બિનઆવડત એ કાઈ પણ તેમાં નથી, ગંદા પાણીનું ખામાચિયું વગેરે વાતો કેટલી ખેદી રીતે રજૂ કરીને અનુકંપાનું ખંડન કરવાના પ્રયત્ન આદર્યું છે. ઉપરની સ્થિતિમાં સમજી શ્રાવક ખાત્રાચિયામાં પેસતી ભેંસાને વારે અને વિવેકપૂર્વક તેની તરસ દૂર કરવા પ્રયત્ન કરે. એ પ્રમાણે શકત્વ એટલા વે ન મરે તે તરફ તેનુ લક્ષ્ય રહે.
જ્યાં શકય ન હોય ત્યાં સમજી શ્રાવક અને સાધુને પણ એ જીવાને એ રીતે રીખાતા —મરતા જોઇને દયાભાવ જાગે. જે આત્મામાં એ દયાભાવનુ ઝરણુ સૂકાઈ ગયું છે એ આત્મા પોતે બીજું આરાધન શું કરવાનો છે. જ્ઞાનાદિ આરાધવાના છે તે પણ પરમ કારણિકભાવ જાગૃત કરવા માટે. નિષ્ઠુર-નૃશંસ-નિર્દય આત્માની જ્ઞાનાદિ આરાધના વિફળ છે. અનુક'પાના નિષેધ માટે વિચિત્ર વાતા વિચિત્ર રીતે રજૂ કરવાથી વિશ્વને ઘણું સહન કરવું પડે છે. મત્યસ્યગલાગલ ન્યાયે ચાલતા જગત સામે આંખમીચામણા કરવાથી કાઈ મુક્તિ મળતી નથી. વિશ્વમાં રહેવું છે—મુક્તિના માર્ગને આરાધવા છે તે અન્યની ભાવયા વિચારતાં તેના અંગભૂત દ્રશ્યદયા પણ વિચારવી તે કરવી આવશ્યક છે. કેવળ દ્રવ્યયાથી ઐહિક લાભ થાય છે—અને તેમાં જ્યારે ભાવદયાના ભાવ ભળે છે ત્યારે તે ધર્મનુ શુદ્ધ ધર્મનું અંગ બને છે. એને આદર કરવા એ માર્ગ છે–જિનવર કથિત માર્ગ છે, એના અનુસરણમાં શ્રેય છે.
[ ક્રમશઃ ]
Ø
जम्भं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जन्तवो ॥
[સત્તા. અ. ૧૧ ના. ૧૧]
પહેલું તો જન્મ ધરવા એ જ દુ:ખ છે, પછી એની પાછળ ઘડપણ આવે એય દુ:ખ છે, રાગા થવા એય દુઃખ છે અને વારે વારે મર્યાં કરવું તે ભારે દુઃખ છે. અરે આ આખાય સસાર એ રીતે દુઃખરૂપ છે કે જ્યાં અજ્ઞાની વડા હાથે કરીને ક્લેશ પામ્યા જ કરે છે.
X
X
×
X
જેમ ચાર ખાતર પાડવાની જગ્યાએ જ પકડાઈ જઈ પેાતાના કર્મ વડે પાપકારી થઈ તે કપાય છે, એ જ રીતે, આ પ્રજા પોતાના જ પાપ વડે પકડાઈ જઈ આ લોકમાં અને પરલોકમાંય કપાયા કરે છે—દુઃખ પામ્યા કરે છે, જે જે પાપકર્મો કર્યા રિણામે ભાગવ્યા સિવાય છૂટકારા જ નથી.
હાય તેનાં દુષ્પ
For Private And Personal Use Only