________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી દીપાલિકા પર્વ
લેખક: પૂ. મુ, શ્રી. માનતુંગવિજ્યજી મહારાજ
શ્રી દીપાલિકા પર્વની ઉજવણી સામાન્યતઃ ભારતવર્ષ કરે છે અને તે પણ સારું સારું ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, ગાનતાનમસ્તાનમાં ફરવા, મોજશેખ ઉડાવવા, ફટાકડા ફોડવા, ગરબા બનાવવા-ગાવા, તેમજ વેપારી વર્ગમાં ચોપડા ચોખા કરવા રૂપ થઈ રહેલ છે.
આ રીતની ઉજવણી જેનો પણ કરી રહ્યા જણાય છે, પરંતુ જ્ઞાની જેનોએ આ પર્વની ઉજવણી વિહાર છઠ્ઠ અને સોળ પહોરના પૌષધ કરીને કરવી જોઈએ. આસો વદ ૧૪ અને વદ ૦)) ના રેજ શાસનપતિ ચરમતીર્થપતિ શ્રી. વર્ધમાન સ્વામી (શ્રી, મહાવીરસ્વામી ) એ ચોવિહાર છઠ્ઠ કરી સોળ પર અખંડ ધર્મદેશના આપી હતી. અને તે જ સમયે વળી શ્રી. ઉત્તરાધ્યયન સુત્રના અધ્યયને ૩૬ (છત્રીસ) તથા પુણ્ય-પાપના અધ્યયન -૫૫ મળી ૧૧૦ પ્રકારેલ છે. એટલે આ દિવસેમાં વિહાર છઠ્ઠ કરી, સોળ પહેરના પૌષધ કરી, ગુરુમહારાજ પાસે ધર્મદેશના સાંભળવા પૂર્વક ધર્મની જ પ્રવૃત્તિ-પૂર્વક તે પર્વ આરાધવાનું હોય છે. અને પાપારંભ-સાવદ્ય વ્યાપારને ત્યાગ કરવાનો હોય છે.
આ દિવસોમાં સામાન્ય જનતા, વેપારી વર્ગ વેપાર-ધં. : ઉધાર જમેના ખાતા ચોખા કરે છે, ચેપડા ખા કરે છે, તેમ ધમી આત્માઓએ પણ પિતાના પાપ-પુણ્યના હિસાબરૂપ ચોપડાનો મેળ જરૂર કાઢવો જોઈએ. સુધર્મની આરાધનાથી જ પાપ-પુણ્યના ચોપડા ચોખા થઈ શકે છે માટે આ પર્વમાં કરવા યોગ્ય સુધર્મની આરાધના કરી પોતાના પાપ-પુણ્યના મેળ કાઢી તે પાપ-પુણ્યના ચોપડા ખા કરવા ઉજમાલ બનવું જોઈએ.
આમ પાપ-પુણ્યના ચોપડા ચોખ્ખા કરવારૂપ તપ, જપ, ધ્યાન, સુદેવ-ગુરુ-ધર્મની આરાધના કરવી એ જ આ પર્વની સાચી ઉજવણી છે.
વિશેષમાં વદ ૦)) ની રાતના પ્રથમ પહેરે શ્રીમહાવીરસ્વામિ સર્વજ્ઞાય નમ: અને પાછલી રાતના શ્રી મહાવીરસ્વામિપારગતાય નમ: એ પદની વીસ વીસ નવકારવાળી ગણવી. તેમજ બીજી નવકારવાળી પહેલા શ્રી. મહાવીરસ્વામી નિર્વાણ પામ્યાના દેવ વાંધા બાદ નવકારવાળી ગણી શ્રી. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયાના દેવ વાંદવા તથા શ્રી. ગૌતમસ્વામિસર્વાય નમ: એ પદની વીસ નવકારવાળી ગણવી જોઈએ.
આ રીતે શ્રી દીપાલિકા પર્વનું આરાધન ભવ્યાત્માઓએ પિતાના પાપ-પુણ્યના ચોપડા
ખા કરવા સારુ સુદેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા–પૂર્વક કરવું જોઈએ. ફટાકડા ફોડવા આદિની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ.
For Private And Personal Use Only