________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ ઘસવા જેવી ચેષ્ટા કરવી એ કેટલું અજૂગતું છે. વનમાં તપ તપતા મુનિવરની-કેઈ ધ્યાનસ્થ દશામાં રહીને કેવળજ્ઞાનની નિકટ પહોંચતાં મુનિનીવાત આગળ કરીને એમ કહેવું કે કોઈ મુનિની વૈયાવચ્ચ— સેવા કરવી એ નકામી છે. કોઈ કર્મવશ રાગને પરવશ પડેલા મુનિ કર્મ નિર્ઝરતા હોય, તેમની સેવા કેઈ ન કરતું હોય—એટલે એમની સેવા આટઆટલા હોવા છતાં ન કરી માટે અન્ય પણ ન કરવી, એવું તારણ એમાંથી કાઢવું એ મૂઢતાની પરાકાષ્ઠા છે. અતરાયના ઉદયથી આહાર માટે ફરતા મુનિને ગોચરી ન મળે એટલે બીજા મુનિને પણ વહોરાવવું નહિ અને કહેવું કે એમાં લાભ છે. અનુકંપાનો નિષેધ કરતાં પહેલાં અનુકંપા શું છે એ જે તેરાપંથે વિચાર્યું હોત તે જે ગેરસમજુતિઓ કરવામાં આવી છે એ કદાચ ન થાત. જાણી જોઈને જે આવી ભૂલ કરવામાં આવી હોય તે તેને માટે બીજું કહેવાનું શું હોય. છતી આંખે અજવાળાને અંધારું માનનારને કોણ સમજાવી શકે ?
(૩૦) તાપે તપતા જીવને છાંયે મૂકે તે સાધુ સાધુ નથી અને શ્રાવક શ્રાવક નથી. એવી કરણી એ તો અન્ય દર્શનીઓની હવા છે.
(૩૧) નિજનિજ કર્મવશ જીવો જન્મે છે અને મરે છે, એ અસંયમી જીના જીવનને ઉપાય સાધુ ન કરે.
(૩૨) એક ખાબોચિયું છે. તેમાં ગંદુ પાણું ભર્યું છે. તેમાં ઘણાં દેડકા ને માછલાં છે. લીલફૂલ પણ ઘણું છે. લટ અને પિરા વગેરે ત્રસ–સ્થાવર જીવોને કઈ પાર નથી. આવા ખાબોચિયામાં પાણી પીવા માટે ભેંસો પડી રહી છે. ભેંસને તરસ ખૂબ લાગી છે. આ સ્થિતિમાં સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૩) સડેલા ધાન્યને એક ઢગલે છે, તેમાં ઈયળો ઘણી છે. ઈંડાં પણ ઘણાં છે અને બધાં સળવળ સળવળ થાય છે. એ સળ્યા ધાન્યને ચરવા માટે ભૂખ્યા બકરાઓ આવ્યા. ત્યાં સાધુ કે શ્રાવક શું કરે?
(૩૪) કંદમૂળનું ભરેલું ગાડું છે. તેમાં અનંતા આવે છે. એ કંઇ ખાવાને ભૂખ્યા બળદો આવ્યા. ત્યાં સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૫) કાચા પાણીના ભરેલા માટલા છે. એ પાણી અણગળ છે. તેમાં પારાવાર જી છે. લીલકૂલ, પિરા વગેરે અનંત જીવો છે. પાણીના માટલે પાણી પીવા માટે ગાય આવી. ત્યારે સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૬) ખાંતરથી ભલે ઊકરડે છે. તે ભીનો છે. તેમાં લટ-ઈયળ, ગિડેલા, ગઈઆ આદિ અનેક પ્રકારના ત્રસ જીવો ટળવળે છે. નિજકર્મવશ ત્યાં ઉપન્યા છે. એ ઉકરડા ઉપર પંખીઓ ચણે છે. તેને સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૭) કોઈ એક જગ્યા ઉપર અનેક –સંખ્યાબંધ ઉદ હરેફરે છે. જરી અવાજ થતા દશે દિશામાં નાસભાગ કરી મૂકે છે. એ ઉંદર ઉપર બીલાડી ત્રાટકી તે સમયે સાધુ કે શ્રાવક શું કરે ?
(૩૮) મિષ્ટાનનો થાળ ઊઘાડે પડ્યો છે. તે ખાવા માટે જીવે દેડાદોડ કરી રહ્યા છે. અનેક માખીઓ તેના ઉપર બણબણી રહી છે. તેને પકડવા માટે ભાગે પાછળ પડયો છે. તેનું સાધુ કે શ્રાવકે શું કરવું.
For Private And Personal Use Only