________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરાપંથ-સમીક્ષા
લેખક : પૂ. પં. શ્રી. ધુરંધરવિજયજી ગણી
(લેખાંક છઠ્ઠો] તેરાપંથના તે તે વિચારો—–જો કે તે વિચારોને રજૂ કરનારાઓ તો એમ માનતા અને મનાવતા હોય છે કે, અમે જે વિચારો રજૂ કરીએ છીએ એ જ વ્યાજબી છે, એ જ શાસ્ત્રોક્ત છે, બાકી બીજાઓ જે કહે છે તે વિકૃત છે, પણ એથી એ ભૂલભરેલા વિચારો સાચા દરતા નથી. વિશ્વમાં ખોટો માલ વેચનારે પણ એમ કહેતા હોય છે કે સાચે ને શુદ્ધ માલ અમે વેચીએ છીએ, પણ એમ કહેવા માત્રથી ખોટ માલ સાચો ને શુદ્ધ થઈ શકતું નથી. માલની પરીક્ષા કરવાથી તેનું સાચાપણું અને ટોપણું જણાઈ આવે છે. પોતાના માલની પરીક્ષા કરાવતા જે કરે તેને માટે માનવું જોઈએ કે તેના માલમાં ગોટાળો છે. તેરાપંથના વિચારો એ પ્રકારના છે. તેઓ પોતાના વિચારોને કસેટીએ ચડાવવાના પ્રસંગેથી હમેશાં દૂર રહેતા આવ્યા છે. તેઓ વાતચિતમાં પણ, જેમાં વિચારોની અથડામણ જે મુદ્દાઓ ઉપર ઊભી થાય છે તે પ્રસંગ આવે એટલે તુરત ખસી જવા માટે તલપાપડ બની જતા હોય છે. એ સર્વ તેમના વિચારોમાં ખામી છે તેનું સ્પષ્ટ દર્શન કરાવે છે.
ભિખમજીએ રજૂ કરેલા વિચારોમાં જેમની મતિ આગમના વિશુદ્ધ વિચારેથી સંસ્કારિત છે તેઓને કેટલી ને કેવા પ્રકારની ખામી છે એ સહજમાં સમજાય એવું છે. તે વિચારે આ છે –
(૨૯) જીવવું મરવું ઈચ્છે તેમાં ધર્મને અંશ નથી. એવી અનુકંપાથી કર્મને વંશ વધે છે. મેહથી કરે તે રાગદ્વેષ—-ઈન્દ્રિયોને ભેગ વધે. આત્માની અનુકંપા આચરવી. જીવને મરતા દેખીને કાંઈ શાચ ફિકર કરવી નહિ. ઉપદ્ર સહ્યા અને ત્રત પાળ્યા, મેહની અનુકંપા પણ શ્રાવકોએ તાળી, કાચા હતા તે ચળી ગયા–તેમનું બધું ગયું. દેઢ-અડગ રહ્યા તેઓને પ્રભુએ વખાણ્યા. ચંપા નગરીના શ્રાવક અરણક (અર્જક) ને ઈન્ડે વખાણ્યો. નમિરાજર્ષિ મિથિલા બળતી મેલીને ચાલી નીકળ્યા. કૃષ્ણના ભાઈ ગજસુકુમાલ કષ્ટમાં હતા છતાં પ્રભુએ તેમની કરણ ન આવ્યું. અનેક મુનિઓને ઉપસી થયા છતાં કોઈએ તેમની કરુણા કરી નહિ અને ઉપસર્ગો દૂર કર્યા નહિ. પ્રભુને પણ ઉપસર્ગો થયા છતાં બચાવ્યા નથી. જગત મસ્યગલગલે ન્યાયે ચાલે છે. ચુલણીપિયા સ્થિર રહ્યો ત્યાંસુધી તે પ્રશંસાપાત્ર બન્યો અને
અસ્થિર થયો એટલે તેની પ્રશંસા ન થઈ. સુરાદેવ, ચૂલશતક, શકડાલ પુત્ર માર્યા ત્યાંસુધી સ્થિર રહ્યા પછીથી અસ્થિર બની ગયા. અસ્થિર બન્યો એટલે તેમના વ્રત ભાંગ્યા. ચેડા મહારાજા અને કણકના સંગ્રામને અધિકાર નિરયાલીમાં અને શ્રીભગવતીજીમાં છે. એક કોડ ને એંસીલાખ યુદ્ધમાં મર્યા. તેમની અનુકંપા કેઈએ ન કરી. સમુદ્રપાલ ચેરને મરતે દેખી વૈરાગ્ય પા, પણ ચરને બચાવવાનો વિચાર કર્યો નહિ. સાધુ, શ્રાવક એ બન્નેની રીત એક જ છે.
તેરાપંથના આ ઉપરના વિચારમાં જડતાનો અતિરેક સ્પષ્ટ જણાય છે. શાસ્ત્રના તે તે દષ્ટા અને ઉલ્લેખે જે હકીકત સમજાવે છે તે હકીકત સમજ્યા વગર આંખનું કાજળ ગાલે
For Private And Personal Use Only