________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ] શ્રી. જન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ આ દેહમાં કવચિત ચંદનવિલેપન થોડીક શાંતિ આપી જાય છે. એટલે રાજરાણીઓ પિતે જ ચંદનવિલેપન ઘસીને એના કટોરા ભરે છે.
નમિરાજનાં તન અને મન વધુ ને વધુ સંતાપી બનતાં જાય છે. હવે તે એમને કોઈની વાતમાં પણ રસ નથી. કેઈની વાત સાંભળતાં પણ એ દુઃખી દુઃખી થઈ જાય છે, ચિડાઈ જાય છે.
એક દિવસ રાજરાણીઓ ચંદનવિલેપન ઘસતી હતી, અને એમના હાથમાંનાં સુવર્ણકંકણોમાંથી મધુર રેવ ઊઠતો હતો.
ત્યાં તે નમિરાજ બરાડી ઊઠ્યા: “બંધ કરે આ અવાજ. આ કકશ રવ ક્યાંથી આવે છે? હાંકી કાઢે એ અવાજ કરનારને !”
રાણીઓએ સૌભાગ્યના ચિહ્નરૂપ એક એક કંકણ રાખીને બાકીનાં કંકણે ઉતારી નાખ્યાં! ફરી ચંદનવિલેપન ઘસાવા લાગ્યું.
ત્યાં ફરી પાછા નમિરાજ બેલી ઊઠી : “કેમ, ચંદન ઘસનાર બધા કક્યાં ગયા? મારી પીડા તે જુઓ ! ચંદન ઘસવું કેમ બંધ કર્યું ? વાહ સંસાર ! દુઃખ પડે ત્યારે પોતાના પણ પોતાને તજી જાય !”
પટ્ટરાણી નમ્રતાથી કહે છે: “નાથ ! ચંદન બરાબર ઘસાય છે. એના કટોરા ભર્યા પડયા છે. આપ માગે તેટલું વિલેપન હાજર છે. આજ્ઞા કરે.”
“ ત્યારે એ ઘર્ષણના અવાજ કેમ નથી સંભળાતા?” - “સ્વામી ! આપને કંકણનો અવાજ અકારે થઈ પડયો, એટલે અમે એક એક સૌભાગ્યકંકણ રાખીને બાકીનાં ઉતારી નાખ્યાં. એટલે એનો અવા બધ .”
બંધ થયો. એક એક કંકણું રહ્યું એટલે...! અવાજ... ...બંધ થયો ? એમ જ ને...? અને નમિરાજ કેઈ ઊંડા વિચારમાં ઉતરી ગયા.
શરીરની પીડા જાણે મનોમંથનમાં વિસરાઈ ગઈ. એ જાણે મનોમન કહેતા હતા: “એક જ કંકણ રહ્યું એટલે ઘર્ષણ ટળી ગયું, ખરું ને? એક હેાય ત્યાં ઘર્ષણ ન ટકે એમ જ ને ?”
અને જાણે એમને કેઈ સુખની ચાવી લાધતી હોય એવો સંતોષ એમના મુખ ઉપર
દેખાવા લાગે.
સૌ સમજ્યાં કે રાજાની પીડા ઓછી થઈ છે.
નમિરાજ વધુ ને વધુ ચિંતનમાં ઊતરતા ગયા. એમને થયું કયાં એ વખત, જ્યારે રણમેદાનમાં અસિધારાઓના ખણખણાટથી હૈયું નાચી ઊઠતું હતું, અને ક્યાં આજનો વખત,
જ્યારે એક સુવર્ણકંકણનો અવાજ પણ અકારે થઈ પડ્યો છે ! બે ભેગા થયા કે ઘર્ષણ થયું જ સમજે. એકલું હોય ત્યાં ન ઘર્ષણ, ન વિવાદ, ન વિગ્રહ કે ન કલહકંકાસ, સાચું સુખ અને સાચી શાંતિ તે એકલા રહેવામાં જ મળે.
અને જાણે એમને અંતરનું જ્ઞાન લાધી ગયું. એમણે નિર્ણય કર્યો આ રોગ મને ભરખી જવાનું હોય તો ભલે ભરખી જાય. પણ એ રોગમાંથી બચું તો પછી હું તો એકલે જ બની રહેવાનો. પછી તે ભલે હું ને ભલું મારું એકલાપણું. આ રાજવૈભવ અને જંજાળ મારે માટે હવે નકામાં. સુખ અને શાંતિ તે એકલતામાં જ મળવાનાં!
[ જુઓ અનુસંધાન પાનું ૨]
For Private And Personal Use Only