________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨
"C
લખે છે કે, એક વખત હું ખંભાતમાં હતા; એ સમુદ્રને કિનારે આવેલુ છે; ત્યાં સંખ્યાબંધ સુન્ની મુસલમાન રહે છે. તેઓ ધર્મચુસ્ત છે અને ઉદાર દિલના છે. મેં સાંભળ્યું કે એ શહેર ગુજરાતના રાજા જયસિંગ ( અવસાન ઈ. સ. ૧૧૪૩–હિ. સ. ૧૩૮ )ના કબજામાં હતું, જેનુ પાયતખ્ત અણહીલવાડ ( નહરવાલા ) હતું—તેના સમયમાં અહીં' આતશપૂજા ( પારસી ) અને મુસલમાનની ઘણી વસ્તી હતી. મુસલમાનોની એક મસ્જિદ હતી, જેની પાસે એક મિનારા પણ હતો; તે ઉપર ઊભા રહી બાંગી ખાંગ પોકારતો હતો. પારસ આએ હિંદુઓને મુસલમાના ઉપર હુમલા કરવાને ઉશ્કેર્યાં. તેમણે તે મિનારા તોડી નાખ્યા, મસ્જિદ બાળી નાંખી અને ૮૦ મુસલમાનોને મારી નાખ્યા. મસ્જિદના ખેતીખનુ નામ કુત્બ અલી હતું તે બચી અણહીલવાડ ચાલ્યેા ગયા અને તેણે તમામ પીડિતાની ફરિયાદ કરી. રાજાના દરબારીઓમાંથી કાઈ એ તેની ફિરયાદ સાંભળી નહિ, અને કાઇએ ધ્યાન આપ્યું નહિ; કાઈ એન તે મદદ કરી, હરેક દરબારી પોતાના ધર્મબંધુને બચાવવાની કાશીશ કરતા રહ્યો.
""
કુત્બ અલીએ સાંભળ્યુ કે રાજા શિકાર કરવા જનાર છે. તે જંગલમાં જઈ રાજાના જવાના રસ્તા ઉપર એક ઝાડ નીચે ખેડો. રાજા ત્યાં પહોંચ્યા ત્યારે કુત્બ અલીએ વિનતી કરી કે આપ હાથીને થોભાવી મારી ફરિયાદ સાંભળી લે. રાજાએ સવારી રોકી. કુત્સ અલીએ એક કવિતા હિંદીમાં ( બહુધા ફીતે હિંદી શબ્દનો ઉપયોગ કરવાના ભાવાર્થ પ્રાચીન ગુજરાતી ઝમાન હશે) બનાવી હતી અને તેમાં તમામ બનાવા વર્ણવ્યા હતા, તે રાજાના હાથમાં મૂકી. રાજાએ તે કવિતા વાંચી અને નાકરને હુકમ કર્યાં કે તારે કુત્બ અલીને સુરક્ષિત તારી પાસે રાખવા અને હું કહું ત્યારે તેને દરબારમાં હાજર કરવા. ત્યાર પછી રાજા પાછા ફર્યાં અને પોતાના નાયબને ખેલાવી કહ્યું કે તમામ રિયાસતનુ કામ તમારે કરવું, ત્રણ દિવસ માટે તમામ કામ છેાડી દઈ ઝનાનામાં રહીશ. હવે પછી સલ્તનતના કારોબાર માટે મને કાઈ પણ રીતે છેડવા નહિ. તે જ રાતે રાજા એક સાંઢણી ઉપર સવાર થઈ ખંભાત ગયા અને ચાળીસ ફરસગનું અંતર એક રાત-દિવસમાં કાપ્યુ અને સાદાગરના વેશે શહેરમાં દાખલ થયા.
“ બુજારા અને ગલીકૂચીમાં અલગ અલગ જગ્યાએ રહી કુત્બ અલીની શિકાયતા વિશેની સત્યતા વિશે (હકીકતા) તપાસતા રહ્યો. રાજાને સારી રીતે ખબર પડી ગઈ । મુસલમાના ઉપર અતિ જુલમ થયા છે અને તેની કતલ કરવામાં આવી છે. તે પછી તેણે એક વાસણ સમુદ્રના પાણીથી ભરાવ્યું અને સાથે લઈ પાટણ તરફ રવાના થયા. ત્યાં પોતાની રવાનગીની ત્રીજી રાતે તે પહોંચ્યા. સવારે તેણે દરબાર ભર્યો અને કુત્બ અલીને મેલાવીને કહ્યું કે તમે સ અનાવાનુ મ્યાન કરે.. તેણે તમામ હકીકત સભળાવી. દરબારી આદમીએ તેના ઉપર ખાટા મ્યાનના આક્ષેપ મૂકવાની તથા ધમકાવવાની ઇચ્છા કરી, ત્યારે રાજાએ પોતાના પાણીવાળાને મેલાવીને હાજર રહેલાએતે વાસણ આપવાને ફરમાવ્યું, જેથી કરીને તેઓ તેમાંથી પીએ. હરેક શખ્સ ચાખીને તે છોડી દીધું અને તેઓ સમજી ગયા કે સમુદ્રનું ખારું પાણી છે, પીવા લાયક નથી.
“ તે બાદ રાનએ કહ્યું : આ મામલામાં જુદા જુદા ધર્મવાળાને સધ હતા, તેથી મેં કાઈ ઉપર ભરેાંસા ન કર્યો અને મેં નતે ખંભાત જઈ આ બાબતની તપાસ કરી, ત્યારે માલૂમ પડ્યું કે ખરેખર મુસલમાના ઉપર અતિ જુલમ થયા છે. ત્યાર પછી તેણે કહ્યું કે તમામ રૈયતની પરિસ્થિતિ વિશે સંભાળ રાખવાની અને એનુ રક્ષણ કરવાની મારી
For Private And Personal Use Only