SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧] શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા? [ ૧૧ મુસ્લમાન ગ્રંથકાર મુહમ્મદ શફીએ લખેલા જામે-ઉલ-હિકાયત નામના ગ્રંથમાં લખેલે નીચે કિસ્સો સિદ્ધરાજના મરણ પછી તરત પરદેશી-પરધર્મીએ નેધલે હાઈને સિદ્ધરાજની ન્યાયપ્રિયતાને વિશ્વસનીય અને સચોટ દાખલા છે – ગુજરાતના રાજ્યમાં ખંભાત નગરમાં અમિપૂજક અને સુન્ની મુસલમાને રહે છે. ત્યાં એક મરિજદ હતી, જે અમિપૂજકોએ કાફિર દ્વારા બળાવી મૂકી. આ દંગામાં એંશી મુસલમાને માર્યા ગયા. ડેવળ અલી નામનો એક ખતીબ ( ખુતબા પઢવાળા) બચી ગયો. તેણે અણહિલવાડ જઈ પુકાર કર્યો પણ કોઈ એ તે તરફ ધ્યાન આપ્યું નહિ એટલે શિકારની સમયે જંગલમાં રાજાને મળી ખંભાત સંબંધી બધી હકીકત તેણે રજૂ કરી. આ વાતની બરાબર તપાસ કરવાની ઈચ્છાથી “હું ત્રણ દિવસ સુધી જનાનખાનામાં જ રહીશ માટે તમે રાજ્યનું કામ સંભાળશે,' એમ પિતાના પ્રધાનને કહી જ્યસિંહ સાંઢણી ઉપર સવાર થઈ એક દિવસ અને એક રાતમાં ખંભાત પહોંચ્યા, અને ત્યાં છાની રીતે તપાસ કરતાં બધી વાત સાચી હોવાની ખાતરી થતાં ત્રીજે દિવસે રાતે પાછા આવી, વળતે દિવસે દરબારમાં ફરિયાદીઓને અરજી કરવાની વખતે અરજી કરવાની ખતીબને આરતા કરી. ખતીબનું ખ્યાન પૂરું થતાં કાફિરોનું એક ટોળું તેને ડરાવવા તથા તેની વાતને જુટ્ટી કરાવવા ચાહતું હતું, પણ જયસિંહે કહ્યું કે, “આ ઝઘડે ધાર્મિક હોવાથી કોઈને વિશ્વાસ ન કરતાં મેં જાતે ખંભાત જઈ તપાસ કરી છે અને મુસલમાન ઉપર ખરેખર જુલમ કરવામાં આવ્યા છે, એમ મને માલમ પડ્યું છે. મારા રાજ્યમાં સર્વ લેકે સુખ શાન્તિને સમાન રીતે ઉપભોગ કરી શકે એવી પ્રજાપાલનની સુવ્યવસ્થા રાખવી એ મારું કર્તવ્ય છે.' આમ કહીને બ્રાહ્મણે તથા અગ્નિપૂજકામાંના દરેક સમુદાયના બબ્બે મુખ્ય નેતાઓને ગ્ય દંડ કરવાની આજ્ઞા આપી.” ધાર્મિક બાબતમાં સિદ્ધરાજની આવી સમદષ્ટિને પરિણામે મુલમાનેએ પિતાના ધર્મને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો હોય એ સંભવિત છે અને નરૂદ્દીન ઈસ્માઈલીએ એ પ્રયાસ કરેલે એમ કહે છે.” ભારતના ઈતિહાસમાં અને ધાર્મિક સહિષ્ણુતાના બનાવોમાં સોનેરી અક્ષરોએ નોંધવા લાયક આ કિસાની માનનીય શ્રી મુનશીજી જેવા સિદ્ધહસ્ત નવલનવેશના હાથે કેવી દુર્દશા થઈને આ પ્રસંગ કેવી રીતે રજૂ થયે તે “ગુજરાતના નાથનાં કેટલાંક પ્રકરણે ” જોતાં ખાતરી થશે. આ પ્રસંગમાં તેઓએ સિદ્ધરાજને સ્થાને બ્રાહ્મણોદ્ધા કાકને મૂકીને ક્યાં રાજ ભેજ ને ક્યાં ગાંગો તેલી” જેવો ઘાટ કર્યો છે. તેમજ જે દેવ બ્રાહ્મણ તથા અમિપૂજકે માથે સિદ્ધ થશે, એ દોષ મહામંત્રી ઉદયનની સરનશીની નીચે આવેલા ખંભાતના શ્રાવકે માથે મઢી દીધી છે. ખંભાતને રસ્તે’ વાળા પ્રકરણમાં શ્રી. મુનશીજી કથે છે : એવામાં પાટણના રાજકર્તાઓમાં એક નવો મુત્સદ્દી દાખલ થયો. તે ઉર મહેતા “જ્યારે તે મંત્રીપદ પામ્યો ત્યારે તેને પાટણની સત્તા હાથ કરવાની ઘણી હોંશ હતી. પણ “મુંજાલના વ્યક્તિત્વે આગળ તેની હોંશ નકામી ગઈ. તેણે કર્ણાવતી અને ખંભાત બેય માગી “લીધાં અને મીનલદેવીએ તે તેને આપ્યાં. ઉદાની મહત્ત્વાકાંક્ષા અપાર હતી, બધા મંત્રીઓને ઝાંખા કરવા તે ધર્મધુરંધર બની રહ્યો. કર્ણાવતી અને ખંભાત જેવાં બંદરોમાં ઘસડાઈ આવતી અઢળક દેલત તેણે જૈન For Private And Personal Use Only
SR No.521738
Book TitleJain_Satyaprakash 1956 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy