________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ “વિંશતિ પ્રબંધ, રાસમાલા, ધી બોમ્બે ગેઝેટિયરમાંનો ગુજરાતનો ઇતિહાસ, ઠવાયકાવ્ય, “જામે-ઉલ-હિકાયત” એ ગ્રંથોમાં બહુઅશે આ વાત સામગ્રી જશે.) પૃ. ૧૧-૧૨.”
આટલાં અવતરણે આ નવલકથાના કાલ્પનિક વસ્તુતત્ત્વને સાબીત કરવા માટે બસ થશે. એ સિવાય પણ સાક્ષરવર્ય શ્રી. ન. જે. દવેટિયા જે ઐતિહાસિક પ્રસંગોને સાચા ઠેરવે છે, તેમાં પણ કેટલી ઘાલમેલ કરવામાં આવી છે, ને કોઈની પાઘડી કોઈને માથે મૂકવામાં આવી છે, તે અમે આગળ બતાવીશું.
શ્રી. મુનશીએ આમાં કાલવ્યુત્ક્રમ પણ કર્યો છે. એમનું પ્રિય પાત્ર કાક મહારાજા કુમારપાળના સમયમાં થયેલે છે, ને એ લાટના દુર્ગપાળને બદલે લાટને કુશળ સૈનિક હતો, છતાં એમણે કાકને સુંદર રીતે ચીતર્યો છે, ને એમની સામે મહામંત્રી ઉદયનને ખટપટી, સ્વાર્થસાધુ ને વ્યભિચારી ચીતર્યા છે. કોક વાર્તાના નાયક જેવો લાગે છે, ઉદયન ખલનાયક.
મંજરી એ શ્રી. મુનશીનું પિતાનું કલ્પના સંતાન છે. એટલે તે દ્વારા તેમણે જે જે ઘટનાઓ નિર્માણ કરી છે, તે પણ કપોલકલ્પિત જ છે. મહામંત્રી ઉદયનને તેમણે આ મંજરી પાછળ પાગલ બતાવ્યા છે. એ આ નિરાધાર બ્રાહ્મણબાળાનું અપહરણ કરવા મથે છે, ને પિતાની સાથે પરણવા એ અબળાને સતાવે છે. અહીં મહામંત્રી વાચકને દુષ્ટ રાક્ષસ જેવા લાગે છે, જે ઘટના ખરેખર રીતે સર્વથા – એ સો ટકા–ટી છે. કારણ કે મંજરી પોતે જ ખોટી રીતે ઊભી કરેલી છે. મૂલ નાસ્તિ ફતે શીખા ! આવી રીતે મંજરી સાથેનો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને “રાજાધિરાજ' ગ્રંથમાં આવેલ પ્રસંગ, જે માટે જેનોએ ખૂબ છતાં વાંઝિયે વિરોધ કર્યો હતો, તે પણ આ માનવંતા લેખકની કલ્પના જ હતી.
જેમ મંજરી શ્રી. મુનશીનું કલ્પિતપાત્ર છે, તેમ તેમને મશદર બ્રાહ્મણયોદ્દો કાને પણ જબરદસ્તીથી સિદ્ધરાજની સમીપ ખેંચી આણેલું પાત્ર છે. લેખકે એના તરફ ખૂબ પક્ષપાત દાખવ્યો છે, કે જે સાહસનું માન અન્યને ફાળે જવું જોઈએ એ એને આપ્યું છે, ને જે દુષ્ટ કાર્યની લાંછના અન્યને ફાળે જવી જોઈએ તે જેમને ફાળે આવી છે. અને તે માટે “ખતીબ પર ખંભાતમાં થયેલે જુલમ વાળી ઘટના (જેને શ્રી. ન. ભ, દિવેટિયા સાચે ઐતિહાસિક પ્રસંગ માને છે.) પ્રત્યક્ષ પ્રમાણ છે. આ ઘટનામાં જેનો યશ યુવાન રાજવી
સિંહ સિદ્ધરાજને મળવું જોઈએ, તે શ્રી. મુનશીએ બ્રાહ્મણોદ્ધા કાકને અપાવ્યો છે, ને જે અપકાર્ય કર્યાની જવાબદારી અગ્નિપૂજકો તથા બ્રાહ્મણોની હતી તે જેનોના ને ખાસ કરી ખંભાતના સૂબા મહામંત્રી ઉદયનને માથે ઓઢાડી છે.
અમે ગુજરાતના નાથ'નું એ અન્યાયી પ્રકરણ રજૂ કરીએ, તે પહેલાં તે ઘટના સમજવા શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીકૃત “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ માંથી સિદ્ધરાજની ન્યાયપ્રિયતાવાળું પ્રકરણ નીચે આપીએ છીએ ?
સિદ્ધરાજની ન્યાયપ્રિયતા “સિદ્ધરાજના દરબારમાં આવા ધાર્મિક વાદવિવાદો તે કઈ વાર થતા હશે, પણ લેકેની ફરિયાદો સાંભળવાનું અને તેને ન્યાય ચુકવવાનું કામ તે હમેશાં થતું હશે, એમ કુમારપાલની દિનચર્યાની જે વિગતો હેમન્ડે આપી છે તેથી લાગે છે. સિદ્ધરાજ અને તેની મા મીનળદેવીના અદલે ન્યાયની અનેક દંતકથાઓ પ્રચલિત છે. પણ ઈ. સ. ૧૨૧૧ માં
For Private And Personal Use Only