________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( [ 247 અંક 12 ] તારંગા વિશે એક પત્ર બીજી વાત એમ છે કે, હેમાચાર્ય પાસે એમ બેલાવેલ છે કે અજિતનાથ આ તારંગા ઉપર ચોમાસું રહ્યા હતા માટે તેમની ભક્તિ માટે પ્રાસાદ બંધાવવો એ ઉત્તમ છે અને આ બેલ પત્ર લખનારે હેમાચાર્ય દ્વારા કુમારપાળને કહેવડાવ્યા છે આ હકીકત પણ સર્વથા દંતકથારૂપ છે. અજિતનાથ ભગવાનનું તારંગામાં મંદિર બંધાવવાનું જે કારણે પ્રભાવક ચરિત્રમાં આપેલ છે તે નીચે પ્રમાણે છે: . પ્રભાવક ચરિત્રના અનુવાદક શ્રી. કલ્યાણવિજયજી મહારાજે આ વિશે જે જણાવેલ છે તેને સાર નીચે પ્રમાણે છેઃ - “સં. ૧૧૯૯માં સિદ્ધરાજ જ્યસિંહ પરલોકવાસી થયા છે અને કુમારપાલ રાજગાદી ઉપર બેઠે. ગાદીએ બેસીને અજમેરની આસપાસ આવેલા સપાદલક્ષદેશના રાજા અર્ણોરાજ ઉપર 11 વાર ચઢાઈ કરી છતાં તેઓ તે રાજાને જીતી શક્યા નહીં. પછી તેમણે પિતાના મંત્રી વાભટને પૂછ્યું કે, “એ કઈ દેવ છે કે જેની માનતા કરીને લડવા જતાં આપણી જીત થાય ?' વાગભટે કહ્યું કે શ્રી અજિતનાથની પ્રતિમા આચાર્ય હેમચંદ્રના હાથે પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપના કરી છે તે પ્રતિમા ઘણી ચમત્કારિક છે. જે સ્વામી (કુમારપાળ રાજા) એ પ્રતિમાની માનતા કરીને પ્રણામ કરે તે અવશ્ય સફલતા મળી શકે.' પ્રભાવક ચરિત્ર-પ્રબંધપાચન પૃ. 12. આ જ બાબત ફરીને તે જ મુનિરાજ આગળ ચાલતાં જણાવે છે કે, “કુમારપાલે અર્ણોરાજ ઉપરની ચઢાઈ વખતે ભગવાન અસ્તિનાથની જે માનતા કરી હતી તેની પૂર્તિરૂપે તેણે (કુમારપાળ રાજાએ) તારંગાજી ઉપર 24 (ચોવીશ) ગજ ઊંચું દેરું કરાવ્યું અને તેમાં 101 એક એક આંગલ (ઇંચ) પ્રમાણ પ્રતિમા સ્થાપિત કરી.” પૃ. 103. આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કુમારપાલે પિતાના હરીફ રાજાને જિતવા માટે જે માનતા કરી હતી તેની પૂર્તિ કરવા રાજાએ (કુમારપાલે) આ મંદિર બંધાવેલ છે. આ બાબત બીજી પણ સમાલોચન લાયક હકીક્ત લખી શકાય એમ છે, પરંતુ અહીં તેને પ્રસંગ નથી એટલે જતી કરીએ છીએ. કાગળમાં “મૂલ ગભારાનું ઊંચપણું હાથે ૧૨૫ને આસર્જે છે,” એમ જણાવેલ છે ત્યારે પ્રભાવકચરિત્રમાં 24 ગજ ઊંચું દેહરું કરાવ્યાની વાત લખે છે તેની સંગતિ કેમ કરવી તે સમજમાં આવતું નથી. સંભવ છે કે 24 કે 25 ને બદલે કાગળમાં 125 લખાઈ ગયા હોય, કાગળમાં લખ્યા પ્રમાણે મંદિરના વિસ્તાર ઘણે ભેટે છે અને તેમાં ખર્ચ પણ ઘણું મોટું થયેલ છે અને તે કામ 29 વરસ ચાલ્યાનું જણાવેલ છે. એટલે સંભવ છે કે એ કામ પૂરું થતાં વચ્ચે ઘણું વિઘો આવ્યાં હોય અને તેને લઈને જ આટલે બધે સમય લાગ્યો હોય. - કાગળમાં છેક છેલ્લે લખેલ છે કે જે અમદાવાદ રૂપિયા પૈસા મોકલવા હોય તો ગાંધી અક્કા માધવજી તથા કરમચંદ તલકસીને મેકલવા. આમાં અક્કા માધવજી તે અમદાવાદની આકાશેઠની પોળવાળા અક્કા શેઠ હોય અને બીજા નામની પરિચય વિશે કઈ માહિતી કલ્પી શકાય એમ નથી, છતાં અમે વાંચનાર બંધુઓને નમ્રપણે સૂચવીએ છીએ કે આ કાગળ વાંચ્યા પછી તે બાબત વા તેમાં લખેલાં વિશેષ નામે બાબત તેઓ જે હકીક્ત જાણતા હોય, તે હકીકત અમારા ઉપર લખી મેકલવા જરૂર કૃપા કરે તે એ દ્વારા સને ઘણું જાણવાનું મળશે. For Private And Personal Use Only